ઝાલોદ નગરપાલિકા સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામમાં ઝોનમાં 300માં ક્રમે ધકેલાયું

ઝાલોદ,હાલ વિતેલ 2023 માં સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ જાહેર થયેલ છે. તેમાં ઝાલોદ નગરપાલિકાનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે, તે સરકારના બતાવેલ આંકડા દર્શાવે છે. ઝાલોદ નગરપાલિકામાં હાલ વહીવટદાર અને ચીફ ઓફીસરનું શાસન ચાલે છે. ઝાલોદ નગરપાલિકા 2022 ની સરખામણીમાં સર્વેક્ષણ રિપોર્ટ મુજબ ઝોનની સરખામણીમાં 2022 માં 224 હતું અને તે 2023માં 300ના નંબર પર છે. આ સર્વેક્ષણના આંકડા મુજબ સફાઈનો રેસીઓમા ઝાલોદ નગર પાછળ ધકેલાયું છે.

આ આંકડા મુજબ ઝાલોદ નગરપાલિકાનું સ્વચ્છતા ધોરણ દિવસે દિવસે કથળતું જાય છે. સ્વચ્છતા ઝુંબેશ અને તેનું પરિણામ ફક્ત કાગળ પર પૂરવાર થયું હોય તેવું જાહેર થયેલ આંકડા મુજબ કહી શકાય. નગરપાલિકામાં સ્વચ્છતા અંતર્ગત ફક્ત કાગળ પર કામકાજ થયેલ હોય તેમજ ફોટોગ્રાફી કરી મોટા ગુણગાન ગાયા હોય તેવું લાગી રહેલ છે. આ માટે નગરના લોકોનું માનવું છે. નગરપાલિકામાં કાયમી ચીફ ઓફિસરનો અભાવ નગરમાં થતા કામકાજમાં અસર કરે છે. તેમજ નગરના લોકોનું કહેવું છે કે, નગરપાલિકાના અમુક કર્મચારીઓનું કામકાજ પ્રત્યે મનસ્વી વલણ પણ આ માટે જવાબદાર છે. નગરપાલિકામાં હાલ થતી કામગીરીમાં અમુક કર્મચારીઓ પોતે વહીવટદાર હોય તેવું વલણ કરી રહ્યાના આક્ષેપો નગરજનો લગાવી રહેલ છે.

ઝાલોદ નગરપાલિકા પ્રત્યે ઝોન દ્વારા સતત ઓરમાયું વર્તન રખાતુ હોય તેમ નગરજનોમાં ચર્ચા થઈ રહેલ છે. નગરમાં કાયમી ચીફ ઓફિસરનનો અભાવ નગરની કામગીરી પર અસર કરતો જોવા મળી રહેલ છે. કેટલાય સમયથી નગરજનો કાયમી ચીફ ઓફિસરની માંગ કરી રહેલ છે, તે પૂરી થતી નથી. તેથી તેની સીધી અસર નગરના દરેક વિકાસના કામોમાં થતી જોવા મળી રહેલ છે. નગરપાલિકાની ચૂંટણી પણ પાછળ ધકેલાઈ રહી હોઈ હાલ નગરજનો વહીવટદાર અને હંગામી ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ વહીવટ ચાલી રહેલ છે.

ઝાલોદ નગરપાલિકાનું સુંદર વહીવટ જો સરકાર કરવા ઇચ્છતી હોય તો ચુંટણી જે પાછળ ઠેલાઈ રહી છે. તેને યોગ્ય નિર્ણય લઈ સત્વરે યોજાય તેમજ નગરમાં કાયમી ચીફ ઓફિસરની નિમણૂક થાય તેવું નગરજનો ઈચ્છી રહેલ છે. જેથી નગરનો વિકાશ પ્રગતિશીલ બને.