ફતેપુરામાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર ઉભરાતા રહીશો પરેશાન : ગટરનું ગંદુ પાણી રોડ ફરી વળતા રાહદારીને પડી રહી છે મુશ્કેલી: રોગચાળો ફાટવાની ભીતિ

ફતેપુરા,ફતેપુરા નગરમાં છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના કારણે નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ફતેપુરામા જ્યા જુઓ ત્યા રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થવા પામી છે.

ફતેપુરા નગરના પ્રજાપતિ વાસ, પાટવેલ રોડ, બેન્ક ઓફ બરોડા વિસ્તાર, પોલીસ સ્ટેશન રોડ, સુંદર કાકાની ગળી સહિતના વિસ્તારમા છેલ્લા બે મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. આ વિસ્તારના લોકો દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓને અનેક વાર લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં પણ આજ દિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનુ કોઈ જ નિરાકરણ કરવામા નહીં આવતા સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઇ છે.

ફતેપુરાના નગરજનોએ ભૂગર્ભ ગટરના પાણી લીકેજનુ સમારકામ કરવા માટે એનકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રીના પેટનું પાણી પણ હાલતું નથી. ગ્રામજનો જ્યારે આ બાબતે રજૂઆત કરવા જાય છો ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યાં છે.

ફતેપુરા નગરના પબ્લીકથી ધમનમતા સતત અવર જવર વાળા વિસ્તારમા ગટરનુ દુર્ગંધ મારતુ પાણીના રોડ પર ફરી વળતા તેમજ રોડના ખાબોચીયાઓમા ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઇ છે. ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના લોકોને દુર્ગંધવાળા પાણીના ખાબોચિયા માંથી નાક બંધ કરીને પસાર થવા મજબૂર બનવુ પડે છે.

ફતેપુરા નગરમા ભૂગર્ભ ગટર ઉભરાતા દૂષિત ગંદુ પાણી ખાડા ખાબોચીયા મા ભરાઈ રહેવાના કારણે મચ્છરનો ઉપદ્રવ થયો છે. જેના કારણે મચ્છર જન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત ગ્રામજનોમે ફેલાઈ છે. મચ્છરના ઉપદ્રવના કારણે આ વિસ્તારના બાળકો વારંવાર બિમાર પડતા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.

ફતેપુરા તાલુકાનું મુખ્ય મથક ફતેપુરા ખાતે ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર ગંદગી જોવા મળી રહી છે, ફતેપુરા નગરમા રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફરી ભરાઈ રહ્યું છે. ઠેરઠેર કચરાના ઢેર જોવા મળી રહ્યા છે, જેના લીધે દુર્ગંધ અને ગંદગીનું સામ્રાજ્ય ઉભું થયું છે. જેના કારણે આસપાસ ના વસવાટ કરતા સ્થાનિકો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને ગંદા પાણી અને કચરા વચ્ચે પસાર થવું પડે છે.

એક તરફ સરકાર દ્વારા દેશમા સ્વછતા જાળવવા માટે અભિયાન ચલાવવામા આવી રહ્યું છે. ત્યારે ફતેપુરા નગરમાં કચરાના ઢગલા અને ઠેર ઠેર રસ્તા પર વહેતા ગટરનું ગંદુ પાણી જોવા મળી રહ્યું છે. ફતેપુરાની સરકારી હોસ્પિટલ સામે કાદવ કીચડ અને ગંદુ પાણી રોડ પર વહેતુ પાણી જોવા મળી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. ફતેપુરાની આઈ.કે.દેસાઈ હાઈસ્કૂલ તેમજ કોમલ સ્કૂલ જતા વિદ્યાર્થીઓને ગટરના ગંદા પાણીમાં ચાલીને જવું પડે છે. જયારે અમુક સમયે ગાડી પસાર થાય ત્યારે ગંદુ પાણી ઉડવાથી વિદ્યાર્થીના કપડાં પણ બગડતા હોય છે અનેક વખત શાળાના આચાર્યએ તંત્રને આ બાબતે રજુઆત કરી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પરંતુ સફાઇની કામગીરી કરવામાં આવી ન રહી હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે.

ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર આવેલ બેંક ઓફ બરોડા, પ્રજાપતિ વાસ પાસે છેલ્લા કેટલાક સમય થી ગટરનું ગંદુ પાણી રોડ પર નીકળવા ના કારણે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને રોડ પર ગટરના ગંદા પાણીના કારણે પરેશાની ભાગવવી પડી રહી છે. જેના કારણે અહીં રહેતા લોકો ગંદગીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ બાબતે ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર એસ.પી. રાવતે જણાવ્યું હતું કે, ગ્રામજનોની લેખિત રજૂઆત મળી છે. સફાઈ કામદારોને બોલાવી બે-ત્રણ દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ કરવામા આવશે. મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા દવાનો છંટકાવ કરવામા આવશે, તેમ જણાવ્યું હતું.