ગોધરા, ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામની જમીન વેચાણના રૂપીયા લઈ જમીનનો વેચાણ દસ્તાવેજ નહિ કરી આપી તેમજ લીધેલા નાણાં પરત આપવા માટે આવેલ ચેક રીર્ટન થતાં ગોધરા કોર્ટમાં કેશ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેશમાં પોલીસે આરોપીને ઝડપી કોર્ટમાં રજુ કરતાંં આરોપીને 1 વર્ષ સાદી કેદની સજા અને ચેકની રકમના 9,90,000/-રૂપીયા કોર્ટમાં ભરવાનો આદેશ કરાયો. આરોપી જેલમાં મોકલી આપવામાંં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના તાજપુર છીપા ગામની જમીન વેચાણ કરવા મુકેશ બાબુભાઇ સોલંકીએ અબ્દુલ લતીફ ઈશાક ભટુક જણાવતાં અબ્દુલ ભટુક દ્વારા સંયુકત માલિકાની જમીનમાં અલગ અલગ ભાગીદારોને જમીનની વેચાણ માટે નકકી કરવામાં આવેલ નાણાં ચેકથી ચુકવામાં આવ્યા હતા. રૂપીયા લીધા બાદ અલગ અલગ ભાગીદારોને દસ્તાવેજ કરાવા માટે મુકેશ સોલંકી દ્વારા ભરોસો આપવામાં આવ્યા બાદ જમીનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપી છેતરપિંડી કરવામાં આવી હતી. અબ્દુલ લતીફ ઈશાક ભટુક દ્વારા એ મુકેશ સોલંકીને જમીન વેચાણ પેટે આપેલ રૂપીયા પરત આપવા જણાવતા આરોપીએ મુકેશ સોલંકી એક વર્ષ પહેલા સમગ્ર રકમનો ચેક આપ્યો હતો. આ ચેક રીર્ટન થતાં અરજદારે ગોધરા કોર્ટમાં નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ 138 મુજબ કેશ કરવામાં આવ્યો હતો. આ કેશ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા મુકેશ બાબુભાઇ સોલંકીને સમગ્ર મામલે પુરાવાના આધારે તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી અને ચેકની રકમ 9,90,000/-રૂપીયા એક મહિનામાંં કોર્ટમાં જમા કરવા આદેશ કરવામાંં આવ્યો. કોર્ટ દ્વારા આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાના હુકમ કરાયો.