બાલાસીનોર, અયોઘ્યા ખાતે 22 મી જાન્યુઆરીના રોજ રામચંદ્ર ભગવાનનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય આયોજન કરાયુંં છે. અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમમાં મહિસાગર જીલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી ઈશ્વરભાઈ મહેરા તથા સહાયક પંચાલ તેમજ આર.એસ.એસ.ના સમીર સુથાર તેમજ વી.એચ.પી.ના કાર્યકરો રોહિત સમાજના બાલાસીનોરના મુકુદભાઇ ચૌહાણના ધર પાસે ઉપસ્થિત રહ્યા. તેમાં સમાજના આગેવાનો રમણભાઇ લીમ્બા ચૌહાણ, કાન્તિભાઇ રામાભાઇ કટારીયા અને રોહિત સમાજ મહિલા મંડળ હાજર રહી હતી. અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણના સ્વીકાર કરી રોહિત સમાજના ધરે અક્ષિત કળશ તથા રામ જન્મ ભુમિ મંંદિરની તસ્વીર તથા આમંત્રણ પત્રિકા સ્વીકારી રોહિત સમાજમાં આનંંદની લાગણી અનુભવી.