હાલોલના વિરોજ ગામે ઈકો ગાડી માંથી 86 હજારનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

હાલોલ, હાલોલ તાલુકાના વિરોજ ગામે નર્મદા કેનાલના પુલ પાસે હાલોલ રૂરલ પોલીસના પેટ્રોલીંગ દરમિયાન ઈકો ગાડીમાં લવાતો ઈંગ્લીશ દારૂના કવાટરીયા અને બીયર ટીન મળી 86,400/-રૂપીયા, ઈકો ગાડી મળી 2,86,400/-રૂપીયાના મુદ્દામાલ સાથે સ્થળ ઉપર મુકી નાશી જઇ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રૂરલ પોલીસ મથકનો સ્ટાફ વિરોજ ગામ નર્મદા કેનાલના પુલ તરફ હોય ત્યારે ઈકો ગાડી નં. જીજે.17.બીએચ.9698માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી આવતા હોય પોલીસની ગાડી દેખી ઈકો ગાડી છોડી નાશી છુટયા હતા. પોલીસે ચેકીંગ કરતાં ઈકો માંથી ભારતીય બનાવટના વિદેશ દારૂના પ્લાસ્ટીક કવાટરીયા નંગ-720 તથા બીયર ટીીન નંગ-144 મળી કિંમત 86,000/-નો દારૂ અને ગાડી મળી 2,86,400/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આરોપી ગૌરાંગકુમાર ગણપતભાઇ ચૌહાણ, વિજય ગુલાબભાઇ નાયક નાશી જઇ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી છે.