ગોધરા દરૂણીયા ચોકડી સીમલા ત્રણ રસ્તા તરફ જતાં રસ્તા ઉપર ફોર્ડ ફિસ્ટા ગાડી માંથી 518 કિલો માંસનો જથ્થો ઝડપ્યો

ગોધરા, ગોધરા દરૂણીયા ચોકડી થી સીમલા ત્રણ રસ્તા તરફ જતા રસ્તામાં આવેલ પથ્થર ફેકટરીની સામેથી પસાર થતી ફોર્ડ ફિસ્ટા ગાડીની ડ્રાઈવરની પાછળ સીટ ઉપર થેલામાં 518 કિલો માંસ કિંમત 1,03,600/-રૂપીયા કાર મળી 3,03,600/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા દરૂણીયા ચોકડી થી સીમલા ત્રણ રસ્તા તરફ જવાના રસ્તામાં આવેલ પથ્થર ફેકટરીની પાસેથી પસાર થતી ફોર્ડ ફિસ્ટા ગાડી નં.જીજે.01.એચઆઈ.7207ના ચાલક તેની પાછળની સીટ ઉપર બે થેલામાં માંસનો જથ્થો 518 કિલો કિંમત 1,03,600/-રૂપીયા લઈને આવતો હોય પોલીસનું ચેકીંગ દેખી વાહન મૂકી નાશી છુટતાં બી ડીવીઝન પોલીસે માંસનો જથ્થો તેમજ કાર મળી કિંમત 3,03.,600/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.