દાહોદ તાલુકાની કતવારા પોલીસે આઇટેન ગાડી માંથી 86 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો

દાહોદ, દાહોદ તાલુકાની કતવારા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન રૂપિયા 84 હજાર ઉપરાંતી કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે આઈટેન ગાડી પકડી પાડી એક મોબાઈલ ફોન તથા રૂપિયા અઢી લાખની ગાડી મળી રૂા. 3,41,400ના મુદ્દામાલ સાથે ગાડીના ચાલકની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર કતવારા પોલીસે ગતરોજ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન પોલીસની ગાડી જોઈ આઈટેન ગાડીના ચાલકે તેની ગાડી ભગાડવાની કોશીષ કરતા કતવારા પોલીસે તેનો પીછો કરી પકડી પાડી ગાડી માંથી રૂા. 79,200ની કુલ કિંમતની ગોવા સ્પીરીટ ઓફ સ્મથનેશ વ્હીસ્કીના પ્લાસ્ટીકના કવાટરીયાની પેટી નંગ-15 તથા રૂપિયા 7200ની કુલ કિંમતના મેકડોવેલ રમના કાચના કવાટરીયા નંગ-48 મળી કુલ રૂપિયા 86,400ની કુલ કિંમતની બોટલ નંગ-768, 5000ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 2,50,000ની કિંમતની આઈટેન ગાડી મળી રૂપિયા 3,41,400નો મુદ્દામાલ કબજે લવઈ આઈટેન ગાડીના ચાલક મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના કાલીયા છોટા ગામના જીતેન્દ્ર કોમલસિંહ ઉર્ફે ખુમાનસિંહ નાયકની અટક કરી હતી. જ્યારે તેની સાથે આઈટેન ગાડીમાં બેઠેલ અશ્ર્વિનભાઈ ઉર્ફે હસુ નામનો વ્યક્તિ ગાડીમાંથી કુદીને નાસી ગયો હતો. આ સંબંધે કતવારા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.