દાહોદ બીજેપી મહિલા સંગઠન દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલન નું આયોજન કરવામાં આવ્યું

દાહોદ, દાહોદ જીલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સીટી મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલન દીપિકાબેન સરડવા ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિલા મોરચા ભાજપ ની આધ્યક્ષતામાં યોજાયું.

દાહોદ જીલ્લામાં તારીખ 10/01/2024 બુધવાર ના રોજ ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મહિલા કોન્કલેવ સ્પોર્ટ્સ પર્સનાલિટી અને યુવતી સંમેલન 2024 રામ પાર્ટી પ્લોટ ઝાલોદ રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂવાત ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા આવનાર મહિલાઓ તથા દિકરીઓનું કંકુ થી ચાંલ્લો કરી જય રામ બોલાવી આવકારવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાળાની ક્ધયાઓ એ સ્વાગત ગીત અને પ્રાર્થના કરી કરવમાં આવી હતી બાદ મંચસ્થ મહેમાનોનું તથાનું પુષ્પગુચ્છ તથા સાલ અર્પણ કરી તથા પત્રકારોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરડવા દ્વારા મહિલાઓને સંબોધન કરતા તેઓએ જણાવ્યું હતું કે ભારતની મહિલાઓની શિક્ષિત કરવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તથા તેમની સરકારે ખૂબ જ મહેનત કરી મહિલાઓને 33% અનામત નું જે સોપાન આપ્યું છે. તેને આપણે સાકાર કરવા માટે જે દિકરીઓ પ્રથમ વાર મતદાન કરવા ની છે તેઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે અમો તન, મન, અને ધનથી ભાજપ સમર્પિત રહેશું આજની મહિલા ફક્ત ઘર નો ચુલો સળગાવવા માટે જ નહીં પરંતુ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, પછી તે ખેતી કામ હોય કે વિમાન ઉડાવવાનું કામ હોય ગૃહિણી હોય કા પછી સાયન્ટિસ્ટ હોય એ આજની મહિલા દરેક કાર્ય ક્ષેત્રે પુરૂષ સમોવડી બની છે. જેનો શ્રેય તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારત દેશની ભાજપ સરકારને આપી રહ્યા છે આજની મહિલા રમત ગમત ક્ષેત્ર હોય કે સમાજના વિવિધ ક્ષેત્રોમાં હોય તે દરેક સ્થાનો પર નૃત્ય, બ્યુટીશન, યોગા ઇન્સ્ટ્રક્ટર, ડોક્ટર, એન્જિનિયર, અને રાજકીય ક્ષેત્રે એવું કોઈ ક્ષેત્ર નહીં હોય જ્યાં મહિલાઓ ના હોય.

દાહોદ જીલ્લા ની મહિલા એ જે રાજ્ય અને અંતર રાષ્ટ્રિય સ્તર પર રમત ગમત સાંસ્કૃતિક કલા તથા સ્પર્ધા માં ભાગ લીધો હોય અને સિધ્ધી પ્રાપ્ત કરી હોય, લોકહિતમાં સમાજની સેવા કરી હોય અને એજ્યુકેશન તથા સામાજીક કાર્યકર આવી મહિલાઓ જેને સરસ કામગીરી કરી હોય તેમને સમાજની મહિલાઓ માટે એક ઉદાહરણ પૂરૂં પાડ્યું હોય તેવી મહિલાનું સમ્માન કરી પ્રમાણપત્ર સહિત સન્માન કરવામાં આવ્યું હતું.

આ કોન્કલેવમાં દાહોદ ભાજપ જીલ્લા પ્રમુખ દાહોદ જીલ્લાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ જીલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, રમેશ કટારા વિધાનસભા ફતેપુરા, હંસા કુવરબા કૈલાશબેન પરમાર, કેતુબેન દેસાઈ, મેઘાબેન પંચાલ, પ્રમુખ દાહોદ જીલ્લા મહિલા મોરચા ભાજપ રીટાબેન નીનામા, મહામંત્રી મહિલા મોરચા તથા મહિલા મોરચા સંગઠનની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલી યુવતીઓ અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.