સંતરામપુર તાલુકા પંચાયત ખાતે તલાટી મંડળના હોદ્દેદારોની ચુંટણી યોજાઈ

સંતરામપુર, સંતરામપુર તાલુકા પંચાયત કચેરીમાં તલાટી મંડળની હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ. જેમાં સંતરામપુર તાલુકા પંચાયતમાં યોજવામાં આવેલી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટીઓની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં તલાટી કમ મંત્રીના મંડળના પ્રમુખ તરીકે પ્રમુખ ચરપોટ રાજુભાઈ, ઉપપ્રમુખ લલીતાબેન ભાભોર, મહામંત્રી ચંદ્રસિંહ પારગી, ખજાનજી વિરેન્દ્ર પારગી, જીલ્લા પ્રતિનિધિ સતીશ પટેલ તમામ હોદ્દેદારોની આજે વર્ણી કરવામાં આવેલી હતી.