પંચમહાલ જીલ્લામાં 31 સ્થળો ખાતે કુલ 7,556 ઉમેદવારો પરીક્ષામાં બેસશે

  • વેજલપુર, જવાહર નવોદય વિદ્યાલય તરફથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા લિંક કરાઈ જાહેર.

ગોધરા, ભારત સરકાર સંચાલિત શિક્ષણ વિભાગ,જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર,જીલ્લો પંચમહાલ ખાતે આગામી તારીખ 20 જાન્યુઆરી 2024 અને શનિવારના રોજ ધોરણ 6 માં પ્રવેશ માટેની પરીક્ષા યોજાશે. આ “જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા – 2024” માટે અરજી કરેલ વિદ્યાર્થીઓના વાલી શિક્ષકો અને આચાર્યઓને જણાવવાનું કે નીચે આપેલ લિંક પરથી આપ તે પરીક્ષા માટેનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. જેની લિન્ક નવોદય વિદ્યાલય સમિતિ અને શાળાની વેબ સાઇટ પર નીચે મુજબ છે. https://cbseitms.rcil.gov.in/nvs/admincard/admincard પરીક્ષામાં બેસવા માટે પ્રવેશ પત્રની સાથે આધારકાર્ડ લાવવું ફરજીયાત છે. પરીક્ષા સ્થળે સવારે 10:30 કલાકે ઉમેદવારે પહોંચવાનું રહેશે.

પંચમહાલ જીલ્લામાં કુલ 31 પરીક્ષા સ્થળો પર આ પરીક્ષાનું આયોજન કરાશે. જીલ્લાના કુલ 7556 ઉમેદવારોએ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારી નોંધાવી છે. તેમ આચાર્ય જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.