પંચમહાલ જીલ્લાના 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાશે

  • સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુકો નિયત નમૂનામાં પ્રવેશપત્ર ભરીને આગામી 18 જાન્યુઆરી સુધી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પંચમહાલ ખાતે જમા કરાવી શકશે.

ગોધરા, ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષ 2023-24 દરમિયાન સીનીયર સીટીઝન સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.જે મહોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમતગમત અધિકારી,પંચમહાલ સંચાલીત ચાલુ વર્ષે પણ 60 વર્ષથી ઉપરના સીનીયર સીટીઝન (ભાઇઓ/બહેનો) માટે વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ તથા એથ્લેટીક્સ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

આ રમતોમાં ભાગ લેવા ઇચ્છતા સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ તળાવ પાસે, ગોધરા-389001, જી.પંચમહાલ, ગોધરા ખાતે થી મેળવી તા.18/01/2024 સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે, જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા જણાવ્યું છે. વધુ માહિતી માટે જીલ્લા રમત ગમત અધિકારીની કચેરીના ફોન નં- 8469976840 થી માહિતી મેળવી શકાશે. તેમ પંચમહાલ જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા જણાવ્યું છે.