ગોધરા ખાતે વિશાળ યુવતી સંમેલન યોજાયું

ગોધરા, પંચમહાલ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા જિલ્લા પંચાયત ગોધરાના બી.આર.એસ ભવન ખાતે યુવતી સંમેલન યોજાઈ ગયું. પંચમહાલ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કુમારી કામિનીબેન ગોપાલસિંહ સોલંકી ની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંમેલનમાં કોમર્સ કોલેજ, શામળાજી હોમિયોપેથિક કોલેજ, અને સાદિપની નર્સિંગ કોલેજની યુવતીઓ ખૂબ મોટા પ્રમાણમાં ઉમટી પડી હતી અને હોલ ચિક્કાર થઈ ગયો હતો. જેમાં આ સંમેલનના અધ્યક્ષા કુમાંરી કામિનીબેન સોલંકીએ સરકારશ્રીની વિવિધ યોજનાઓની સરળ ભાષામાં વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર ડોક્ટર અરૂણસિંહ સોલંકી, ઇન્ચાર્જ આચાર્ય સ્નેહાબેન વ્યાસ, મીનાબેન પંડ્યા, પ્રતિમાબેન, ગૌરીબેન જોશી અને રશ્મિકાબેન સહિતનાઓએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા.

યુવતી સંમેલનના ઇન્ચાર્જ કેતકીબેન સોનીની આગેવાનીમાં સફળ યુવતી સંમેલન રમતગમત ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારી બહેનોને પણ સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.