દે.બારીયા શહેરની તમામ રાષ્ટ્રીય બેંકોમાં નવા ખાતા તથા એચ.ટી.એમ. કાર્ડના કાર્ય માટે ફોર્મ અભણ ખાતેદારોને ભરવાનુંં કહેવું કેટલું વ્યાજબી છે ???

દે.બારીયા,દે.બારીયા શહેરમાં તમામ રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ આવેલી છે. આ તમામ શાખામાં હિન્દી ભાષા કર્મીઓ ફરજ બજાવે છે. ભાગ્યે જ કોઇ ગુજરાતી તમને જોવા મળશે. ઉપરોકત્ત અલગ અલગ શાખાઓમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ઉજજવલા કિસાન નીધિ, પ્રાઉડ પેન્શન તથા સખી મંડળો પોતાના નાણાં જમા કરાતા હોય છે. જેથી ખાતાધારકો આ રાષ્ટ્રીકૃત બેંકોમાં પોતાના ખાતા ખોલાવે છે. તો તેમને ખાતા ખોલવા માટે તેમજ એચ.ટી.એમ.વાળી વારસા અંગેના બેંંકોમાં ફોર્મ અંગ્રેજી ભાષામાં ભરવાના હોય છે. તે ફોર્મ નિયમથી જે તે બેંંકના કર્મચારીએ ભરવા હોય છે. પરંતુ કર્મચારીઓ ફોર્મ ભરવાનું જે તે ખાતે ધારકોને ભરવાનુંં હોય છે. આ ગરીબ અભણ, લાભાર્થીઓ ફોર્મ ભરવા આમ તેમ લખડી રખડીને ભરી લાવે તો ફરી નામના સ્પેલીંગમાં ભુલ થાય તો ફરી ભરવાનું કહેવામાં આવે છે. જેથી આ તમામ બેંંકોના એરીયાના રીજીનિયોલ મેનેજર આ બાબતે બેંંકોમાં એક અલાયદું ટેબલ કાર્યરત કરે અને બેંકનો કર્મી આ તમામ ફોર્મ જે અંગ્રેજી ભાષામાં ભરવાના હોય છે. જે તે બેંકનો જ કર્મચારી ભરીને ખાતેદારોને આથે જેથી અભણ ગરીબ લાભાર્થીઓને આમ તેમ ફરવાનોવારો ના આવે તેવી ખાતેદારોની માંંગ ઉઠવા પામી છે.