વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાઇનલમાં ટાઇગર ઇલેવનની શાનદાર જીત

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ પ્લોટ વિસ્તારમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેજલપુર ગામની વિવિધ 12 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે આજની ફાઇનલ મેચમાં એકે ઇલેવન અને ટાઇગર ઇલેવન વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં ટાઇગર ઇલેવનને પ્રથમ બેટિંગ કરતા 128 રન બનાવ્યા હતા ત્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉત્તરેલી એકે ઇલેવન દ્વારા 109 રન બનાવ્યા હતા અને આમ ટાઇગર ઇલેવનની 19 રણથી જીત મેળવી હતી. ત્યારે ફાઇનલ મેચના વિજેતા ટાઈગર ઈલેવન ટીમને વેજલપુર ગામ પંચાયતના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્પોન્સર દ્વારા 21,000 હજાર અને રનર અપ ટીમને 11,000 હજાર સાથે બન્ને ટીમોને ટ્રોફી અર્પણ કરી હતી. ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે બેસ્ટ બેટ્સમેન ઓફ તરીકેની ટ્રોફી ટાઇગર ઇલેવનના ધુરંધર બેસ્ટમેન ચિરાગ પટેલને અર્પણ કરી હતી જેમને 84 રન ફટકાર્યા હતા. તેમજ બેસ્ટ બોલર તરીકેની ટ્રોફી એકે ઇલેવનના મિતુલ ચૌહાણને આપી હતી. તેમને 12 રન આપીને 4 વિકેટ લીધી હતી. ત્યારે આજની આ ફાઈનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ વધુ જોવા મળી હતી. ત્યારે આજની ફાઇનલ મેચ વિજેતાઓને ગ્રામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વેજલપુર ગામની ટાઈગર ઈલેવન ટીમના ખિલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.