ચીની PUB-G સામે અક્ષય કુમાર લોન્ચ કરશે FAU-G ગેમ : આવકના ૨૦% દેશના સૈનિકોને અર્પણ કરાશે

હાલમાં ભારત સરકારે પબજી સહિત ૧૧૮ ચીની મોબાઈલ ગેમ અને એપ્લિકેશન પર પ્રતિબંધ ની જાહેરાત કરી હતી. ભારત સહિત વિશ્વભરમાં પબજી ગેમ ખૂબ જ લોકપ્રિય હતી અને કરોડો યૂઝર્સ હતા. ભારત સરકારે ૧૧૮ મોબાઈલ એપ અને ગેમ ની દેશ અંગે સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ મૂક્યો હતો.

તો અક્ષય કુમારે ચીની પબજી (PUBG) સામે ભારતીય ફોજી (FAU-G) ગેમ ઓકટોબરમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ગેમ માં પાંચ પ્લેયર એક સાથે રમી શકશે. ઉપરાંત આ ગેમમાં થનાર નફાના ૨૦% ભારત કે વીર ટ્રસ્ટમાં અર્પણ કરાશે.

પ્રથમ લેવેલમાં યૂઝર્સ ગલવાન ઘાટીમાં રમશે.
ભારત કે વીર ટ્રસ્ટ અક્ષય કુમાર અને ગૃહ મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે જે વીર શહીદ જવાનોના પરિવારજનો માટે કાર્યરત છે. આ ગેમથી યુવાનોને ભારતીય સેના અને જવાનો વિશે પણ માહિતી મળશે જેનાથી તેમને સેનામાં જોડાવવા પ્રેરણા મળશે.
આ ગેમ અક્ષય કુમાર અને બેંગ્લોર સ્થિત એન.કોર ગેમ્સ દ્વારા બનાવવામાં આવશે.

Don`t copy text!