- ચૂંટણી પંચના રેકોર્ડમાં માત્ર શિંદે જૂથની શિવસેનાને જ વાસ્તવિક માનવામાં આવી છે.
મુંબઇ, મહારાષ્ટ્રમાં ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આજે સંભળાવ્યો હતો આ મામલો મે ૨૦૨૨ થી ચાલી રહ્યો છે જ્યારે શિવસેનામાં ભાગલા પડ્યા હતા. જે ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી
મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને એક નાથ શિંદેને નેતા પદ પરથી હટાવવાનો અધિકાર નથી. તે શિંદેને હટાવી શકે નહીં. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે ઉદ્ધવને શિવસેનાના કોઈપણ સભ્યને હટાવવાનો અધિકાર નથી. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે શિંદેને હટાવવા માટે ઉદ્ધવને બહુમતની જરૂર હતી, જે તેમની પાસે નથી. તે કોઈને ફક્ત એટલા માટે દૂર કરી શક્તો નથી કારણ કે તે તે વ્યક્તિને પસંદ નથી કરતો. તેથી, શિંદેને હટાવવાનું ખોટું હતું. જો શિંદેને હટાવવાના હતા તો તે કારોબારીનો નિર્ણય હોવો જોઈતો હતો.
નિર્ણય વાંચતી વખતે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે કહ્યું કે ચૂંટણી પંચના રેકોર્ડમાં માત્ર શિંદે જૂથની શિવસેનાને જ વાસ્તવિક માનવામાં આવી છે. આ બાબતને નિર્ણયમાં ધ્યાનમાં લેવામાં આવી છે. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે ૨૦૧૮માં શિવસેનાના બંધારણમાં કરવામાં આવેલો સુધારો ગેરબંધારણીય હતો. આ સુધારો ઇસીઆઇના રેકોર્ડમાં નોંધાયેલ નથી. ચૂંટણી પંચમાં માત્ર એક જ બંધારણીય સુધારો નોંધાયેલો છે જે ૧૯૯૯માં થયો હતો. તેથી ચૂંટણી પંચમાં મૂકાયેલું બંધારણ જ માન્ય ગણાશે.
વિધાનસભા ધ્યાનમાં રાહુલ નાર્વેકરે કહ્યું કે ૨૦૧૮ થી સંગઠનની ચૂંટણીઓ થઈ નથી. એટલા માટે તેને આધાર ગણવામાં આવશે. ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ રેકોર્ડના આધારે નિર્ણય લેવામાં આવ્યો છે, હું ચૂંટણી પંચની વિરુદ્ધ જઈ શકું નહીં. મારું અધિકારક્ષેત્ર મર્યાદિત છે. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું કે ૨૧ જૂન ૨૦૨૨ના રોજ જે થયું તે સમજવું પડશે. શિવસેનાનો એક જૂથ અલગ થઈ ગયો.વિધાનસભા અધ્યક્ષે પણ ઉદ્ધવ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો છે. ઠાકરે દ્વારા કરવામાં આવેલા આરોપો પર નાર્વેકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે, તેથી તેમને ખબર હોવી જોઈએ કે વિધાનસભા અધ્યક્ષની જવાબદારી શું છે, બોર્ડના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવાની છે. તેમ છતાં ઉદ્ધવ ઠાકરે આવા પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના સીએમ શિંદેએ કહ્યું કે હું માત્ર એટલું કહેવા માંગુ છું કે અમારી પાસે બહુમતી છે. વિધાનસભામાં ૫૦ સભ્યો એટલે કે ૬૭% અને લોક્સભામાં ૧૩ સાંસદો એટલે કે ૭૫%. તેના આધારે ચૂંટણી પંચે અમને મૂળ શિવસેના તરીકે માન્યતા આપી છે અને ધનુષ-બન ચૂંટણી ચિન્હની ફાળવણી કરી છે. આ સાથે જ શિંદેએ ફિક્સિંગના આરોપો પર કહ્યું, કેટલાક લોકો મેચ ફિક્સિંગનો આરોપ લગાવી રહ્યા છે. તેમના ધારાસભ્ય પણ સ્પીકરને મળ્યા હતા. સ્પીકર વિધાનસભા ક્ષેત્રના કામ માટે મળવા આવ્યા હતા. તે એક સત્તાવાર મીટિંગ હતી.સીએમએ કહ્યું કે તેઓ જે કહે છે તેમાં કોઈ તથ્ય નથી. જો નિર્ણય તેમના પક્ષમાં આવશે તો તેઓ ખુશ થશે.
ધારાસભ્યોની ગેરલાયકાતના કેસમાં નિર્ણય પહેલા આદિત્ય ઠાકરેએ સ્પીકર પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે તમે કયા બંધારણનું પાલન કરો છો? વર્ષા બંગલામાં મુખ્યમંત્રી સાથે નાર્વેકરની મુલાકાત એક ન્યાયાધીશને આરોપીને મળવા જેવી છે. મહારાષ્ટ્રમાં આવું ક્યારેય બન્યું નથી. આજનો દિવસ મહત્વપૂર્ણ છે. દેશના બંધારણ મુજબ જઈએ તો ૪૦ દેશદ્રોહીઓ બહાર ફેંકાઈ જશે.
અગાઉ, શિવસેના ઉદ્ધવ જૂથ વતી સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચુકાદાના ત્રણ દિવસ પહેલા વિધાનસભા અધ્યક્ષ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે બેઠક થઈ હતી. ઉદ્ધવ જૂથે કહ્યું કે સ્પીકરના નિર્ણય પહેલા મુખ્યમંત્રીને મળવું અયોગ્ય છે. સ્પીકરે નિષ્પક્ષ રીતે કામ કરવું જરૂરી છે. જો કે, સ્પીકરની વર્તમાન કામગીરી નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉભા કરે છે. જોકે, સ્પીકરે આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી હોવાના કારણે તેમની સાથે કેટલાક કાર્યો અંગે ચર્ચા કરવાની હતી.શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કહ્યું છે કે વિધાનસભા અધ્યક્ષનો પ્રોટોકોલ હોય છે. જો વિધાનસભાના અધ્યક્ષ પદ પર બેઠા હોય, તો તેઓ તેમની ખુરશી છોડીને આરોપીઓને મળવા જઈ શક્તા નથી જેની સામે અમે અરજી કરી છે. રાઉતે આરોપ લગાવ્યો કે આ મામલે દિલ્હીથી લઈને અહીં સુધી મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે.આજના ચુકાદાને પગલે મુખ્યમંત્રી શિંદેના નિવાસસ્થાને સુરક્ષા સધન કરવામાં આવી હતી. થાણે સહિત રાજયમાં એલર્ટ જારી કરામાં આવ્યું હતું.