સિંગાપોરમાં ભારતીય મૂળના અધિકારીએ સગીર સાથે સંબંધ હોવાની કબૂલાત, ફેબ્રુઆરીમાં સજા થશે

સિંગાપોર,\ સિંગાપોર આર્મ્ડ ફોર્સીસમાં ભારતીય મૂળના વોરંટ ઓફિસરે સગીર સાથે સેક્સ માણવા બદલ દોષી કબૂલ્યું હતું. ત્યાંના સ્થાનિક મીડિયા અનુસાર, ૫૦ વર્ષીય સુબ્રમણ્યમ થાબુરન રંગાસ્વામીને આ કેસમાં ૧ ફેબ્રુઆરીએ સજા સંભળાવવામાં આવશે. કોર્ટે પીડિતાની ઓળખ સાર્વજનિક ન કરવાનો આદેશ આપ્યો છે.

ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર સુનીલ નાયરે કહ્યું કે આ ઘટના ૬ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ બની હતી, જ્યારે તે પાંચમા માળેથી નીચે ઉતરતી વખતે સીડી પરથી નીચે પડી હતી અને ત્યાં હાજર સુબ્રમણ્યમે તેની મદદ કરી હતી. આ પછી પીડિતા તેના ઘરે ગઈ. આ દરમિયાન સુબ્રમણ્યમ પણ તેની મોટરસાઇકલ તરફ આગળ વયો જ્યારે યુવતી ઘરેથી ચાનો ’કેન’ લઈને આવી અને બંને કાર પાકગના ચોથા માળે બેસીને વાતો કરવા લાગ્યા.

તેમણે વધુમાં કહ્યું કે એક કલાક પછી બંને વચ્ચે નિકટતા વધી અને બંને વચ્ચે સંબંધ પણ બંધાયો. આ પછી બંને ત્યાંથી ચાલ્યા ગયા, બે દિવસ પછી યુવતીએ સુબ્રમણ્યમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. ધરપકડ બાદ ફર્સ્ટ વોરંટ ઓફિસર સુબ્રમણ્યમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.