સુપ્રીમકોર્ટના આદેશની અવમાનના બદલ સુરત સીપી, વેસુ પીઆઈ, ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવને અવમાનનાની નોટિસ
સુપ્રીમકોર્ટે વચગાળાના જામીન આપ્યા હોવા છતા IOએ જેલમાં રાખતા સુપ્રીમકોર્ટની ફટકાર
અમારા આદેશ છતા IOએ પોલીસ રિમાન્ડ માગવાની હિંમત કેમ કરી: SC
8 ડિસેમ્બરના SCના આદેશ છતા 12 ડિસેમ્બરના મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા નોટિસ મળી: અરજદાર
મેજિસ્ટ્રેટે અરજદારને ૪ દિવસ કસ્ટડીમાં મોકલી દિધા: અરજદાર
એડિશનલ સોલિસીટર જનરલ એસવી રાજૂએ કોર્ટમાં બિનશરતી માફી પણ માગી
અરજદારે ૪ દિવસના CCTV માગતા ગુજરાતના સરકારી વકીલે CCTV કામ ન કરતા હોવાનું કબુલ્યુ
સુરત દેશનું સૌથી મોટુ વ્યાપારી કેંદ્ર છે અને સુરતમાં CCTV કામ ન કરી રહ્યાં હોય તો તમારે જવાબ આપવો પડશે : જસ્ટિસ મહેતા
એફિડેવિટ ફાઈલ કરો, જરૂર જણાશે તો DGPને અવમાનનાકર્તાઓને કસ્ટડીમાં લેવા અને સાબરમતી અથવા અન્ય જેલમાં મોકલવા પણ કહીશુ, જ્યારે અમે તેમની વ્યક્તિગત હાજરી માટે કહીએ ત્યારે તેમણે પોતાના બેગ અને સામાન સાથે હાજર રહેવુ પડશે: જસ્ટિસ ગવઈ
પક્ષકારોને ૨૯ જાન્યુઆરી સુધીમાં એફિડેવિટ ફાઈલ કરવા નોટિસ
સુરતના તુષાર રજનીકાંત શાહે દાખલ કરી હતી કોર્ટના અવમાનનાની અરજી