ગાંધીનગર, ભારતના અગ્રણી ઉદ્યોગપતિઓ આજે ગુજરાત ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં હાજર છે. જેમા ગૌતમ અદાણી સહિતના ભારતના ઉદ્યોગપતિઓએ સંબોધન કર્યુ છે. તો ગૌતમ અદાણીએ જણાવ્યુ કે ૧૦મી વાઈબ્રન્ટ સમિટને સંબોધન કરવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે પીએમ મોદીએ દેશના ભવિષ્યનું ઘડતર કર્યું છે.
તમારા નેતૃત્વમાં ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરશે. તેમજ અદાણી કચ્છના ખાવડામાં સૌથી મોટો સોલાર પ્લાન્ટ સ્થાપશે તે પણ જણાવ્યુ છે. તો આગામી સમયમાં ૫ વર્ષમાં ૨ લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં કરવાની વાત કરી છે. આગામી સમયમાં એક લાખ લોકોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હોવાનું જણાવ્યુ છે.
મારુતિ સુઝુકી કંપનીના ચેરમેન તોશિહિરો સુઝુકીએ વાયબ્રન્ટ સમિટમાં જણાવ્યુ કે સુઝુકી મોટર ગુજરાતમાં બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા ૩૫,૦૦૦ કરોડ રુપિયાનું રોકાણ કરશે. આ સાથે જ જણાવ્યુ કે દેશનું ઓટોમોબાઇલ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. વડાપ્રધાન મોદીના પ્રોગ્રેસીવ એપ્રોચના કારણે અમે પણ રોકાણ કરી રહ્યા છીએ.
ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક હબ બનાવવાનું વડાપ્રધાન મોદીનું વિઝન ભારતના ભવિષ્ય માટે એક વિશાળ આર્થિક પ્રેરક બની રહેશે.કારણ કે ભારત ત્રીજા સૌથી મોટા વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. માઈક્રોન ટેક્નોલોજીના સીઇઓ સંજય મેહરોત્રામાં જણાવ્યુ છે.