શિમલા, સમગ્ર કાશ્મીરમાં કોલ્ડવેવ જળવાયું છે. કાશ્મીરમાં હાલમાં ચિલ્લઇ કલાં(ભીષણ ઠંડી)નો રાઉન્ડ ચાલી રહ્યો છે, જે લગભગ ૪૦ દિવસ ચાલે છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં પણ નવેસરથી હિમવર્ષા શરૂં થઇ છે. હિમાચલના લાહોલ સ્પીતીના સિસ્સૂમાં માઇનસ ૧૫ ડિગ્રી તાપમાન વચ્ચે સરોવર થીજી ગયાં છે. બીજી તરફ મધ્યપ્રદેશના ભોપાલમાં ગાઢ ધુમ્મસ છવાઇ ગયું હતું. અહેવાલો અનુસાર ઊત્તર ભારતના મેદાની પ્રદેશોમા અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. મંગળવારે સવારે દેશના ૧૯ રાજ્ય તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયાં હતાં. એમપીના ભોપાલમાં મંગળવારે સવારે વિઝિબિલિટી માંડ ૧૦ મીટર નોંધાઇ હતી. ગ્વાલિયર અને ચંબલમાં પણ મંગળવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. યુપીના બરેલી, વારાણસી અને ગોરખપુરમાં માંડ પાંચ મીટરની વિઝિબિલિટી નોંધાઇ હતી. રાજસ્થાન અને બિહારમાં મંગળવારે કોલ્ડ-ડે એલર્ટ જોવાયો હતો.
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર મંગળવારે દિલ્હી સહિત મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં અનેક સ્થનો પર હળવાથી મધ્ય મ વરસાદ નોંધાયો હતો. એમપીના ભોપાલ, ઉજ્જેન અને ગ્વાલિયર સહિત નવ શહેરોમાં હળવો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પંજાબના ૧૩ અને હરિયાણાના ૧૨ શહેરોમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.