કાર સેવકો પર ગોળી બંધારણ બચાવવા માટે ચલાવવામાં આવી હતી, સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય

સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યુ છે, તેમણે કાર સેવકોને અરાજક તત્વ ગણાવ્યા છે અને એમ પણ જણાવ્યું કે તત્કાલીન સપા સરકારે કાર સેવકો પર ગોળીઓ કેમ ચલાવડાવી હતી?

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યુ કે, જે સમયે અયોધ્યામાં રામ મંદિર પર ઘટની બની હતી, ત્યા કોઇ કોર્ટ કે તંત્રના આદેશ વગર મોટા પાયે અરાજક તત્વોએ તોડફોડ કરી હતી. સમાજવાદી પાર્ટીના નેતાએ કહ્યું, તત્કાલીન સરકારે બંધારણ અને કાયદાની રક્ષા માટે શાંતિ બનાવી રાખવા માટે ગોળીઓ ચલાવડાવી હતી. તે સરકારની પોતાની ફરજ હતી અને સરકાર પોતાની ફરજ નીભાવતી હતી.

મહત્ત્વપૂર્ણ છે કે 33 વર્ષ પહેલા 1990માં અયોધ્યાના હનુમાન ગઢી જતા કાર સેવકો પર ગોળીઓ મારવામાં આવી હતી. તે સમયે યુપીમાં સમાજવાદી પાર્ટીની સરકાર હતી અને મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા. હિન્દૂ સાધુ સંત અયોધ્યા તરફ કૂચ કરતા હતા, તે દિવસે શ્રદ્ધાળુઓની ભારે ભીડ અયોધ્યા પહોંચવા લાગી હતી. તંત્રએ અયોધ્યામાં કરર્ફ્યૂ લગાવી દીધો હતો જેને કારણે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવતો નહતો. પોલીસે બાબરી મસ્જિદના 1.5 કિલોમીટરના અંતરમાં બેરિકેડ લગાવી દીધા હતા. કાર સેવકોની ભીડ બેકાબૂ બની ગઇ હતી.

પ્રથમ વખત 30 ઓક્ટોબર 1990માં કાર સેવકો પર ગોળી ચલાવવામાં આવી હતી જેમાં 5 લોકોના મોત થયા હતા. આ ઘટના પછી અયોધ્યાથી લઇને દેશનો માહોલ ગરમાઇ ગયો હતો. આ ગોળીબારના બે દિવસ પછી જ 2 નવેમ્બરે હજારો કાર સેવક હનુમાન ગઢીની નજીક પહોંચી ગયા હતા. આ ઘટનાના બે દિવસ પછી 6 ડિસેમ્બર, 1992માં વિવાદિત ઢાંચાને તોડવામાં આવ્યો હતો.

વર્ષ 1990ની ઘટનાના 23 વર્ષ પછી જુલાઇ 2013માં મુલાયમ સિંહ યાદવે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે ગોળી ચલાવવાનો અફસોસ છે પરંતુ તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ નહતો.