આગ્રા દિલ્હી નેશનલ હાઈવે પર બેકાબુ ટ્રક ચાલકે અડફેટે લેતા ૩ના મોત

આગ્રા, આગરા દિલ્હી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયોછે. અહીં એક બેકાબૂ ટ્રક ચાલકે અનેક વાહનોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૩ લોકોના મોત થયા છે અને લગભગ ૬ થી વધુ લોકો ઘાયલ થયા છે.

અડધો ડઝન કાર સહિત અનેક બાઇક અડફેટે લેતા વાહનચાલકો અને બાઈક સવાર ઈજાગ્રસ્ત થયા હતા.અકસ્માત બાદ બાઇકમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિત પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. ટ્રક ચાલકે હાઇવે પર એક કિલોમીટર સુધી માર્ગમાં આવતા વાહનોને કચડી નાખ્યા હતા. સિકંદરા પોલીસ સ્ટેશન પાસેનો આ મામલો છે જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.