વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ: ભારત આઝાદીના ૧૦૦ વર્ષ મનાવશે, ત્યાં સુધી ભારત વિક્સીત બની જાય તેવુ લક્ષ્ય બનાવાયુ છે,વડાપ્રધાન

  • ગુજરાતે વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે. જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

દુનિયાભરના રોકાણકારો હાલ ગુજરાત પહોંચ્યા છે. ગાંધીનગરનો મહાત્મા મંદિર હોલ રોકાણકારોથી ખીચોખીચ ભરાઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કર્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદઘાટન સ્પીચ આપી હતી. તો તેના બાદ દુબઈના પ્રેસિડન્ટે સ્પીચ આપી હતી, તેના બાદ તેઓ દુબઈ જવા રવાના થયા હતા. આ ગ્લોબલ સમિટમાં જાણીતા ઉદ્યોગકારો, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, લક્ષ્મી મિત્તલ, પંકજ પટેલ સહિત અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત જોવા મળ્યા. તો વિદેશી ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત છે. 

મુકેશ અંબાણીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું, આ સમિટ દુનિયાની સૌથી નામાંકિત સમિટ બની રહી છે. 20 વર્ષથી સતત ચાલતી હોય તેવી આ એકમાત્ર સમિટ છે. પીએમ મોદીના વિઝનને કારણે આ શક્ય બન્યું છે. હું વાઈબ્રન્ટ ગુજરાતની દરેક સમિટમાં સહભાગી થયો છું તે મારુ ગૌરવ છું. મને ગુજરાતી હોવાનું અભિમાન છે. જ્યારે વિદેશીઓ ન્યૂ ઈન્ડિયા વિચારે છે, તો અમે નવુ ગુજરાત વિચારીએ છીએ. અમારા લીડર દેશના ઈતિહાસના સૌથી સફળ પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી બોલે છે, ત્યારે આખુ વિશ્વ તાળી પાડે છે. મોદી હૈ તો મુમકીન હૈ. દેશના પ્રધાનમંત્રીએ અશક્યને શક્ય બનાવ્યું છે. વિદેશીઓ પણ માની ગયા છે કે, મોદી હૈ કી મુમકીન હૈ. મારા પિતાએ કહ્યુ હતું કે, ગુજરાત તારી માતૃભૂમિ છે અને તે હંમેશા તારી કર્મભૂમિ રહેશે. 

વેલકમ સ્પીચ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વાઈબ્રન્ટ સમિટમા પાયોનિયર અને આર્કિટેક્ટ પીએમ મોદીએ આ સમિટને બોન્ડિંગી સમિટ કહી છે. 34 પાર્ટનર કન્ટ્રી, 130 થી વધુ દેશોના ડેલિગેટ્સનું હુ સ્વાગત કરું છું. આ સમિટ ભારતીયો માટે મોટી ઉપલબ્ધિ રહી છે, ગુજરાતે વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે. જે પ્રધાનમંત્રીના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ છે. 21 સદીની શરૂઆતમાં ગુજરાત અનેક ચેલેન્જિસથી ઘેરાયુ હતું, જેમાં તેઓએ આશાનું કિરણ બતાવ્યુ હતું. ગુજરાત કેન અને ગુજરાતીઝ વિલ. ત્યારે હવે ગુજરાત નોલેજ શેરિંગ અને નેટવર્કિંગ માટેનું મંચ બની ગયું છે. દરેક સમિટમાં પીએમ મોદી વર્લ્ડક્લાસ પરિકલ્પના આપી છે. 50 ટકા એમઓયુ ગ્રીન એમઓયુ છે. પર્યાવરણની રક્ષા માટે ગ્રીન ગ્રોથ અને રિન્યુએબલ એનર્જિ માટેના એમઓયુ અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમે હમેશા ક્વોલિટી ઓફ લાઈફ પર ધ્યાન આપ્યું છે. વાઈબ્રન્ટ સમિટ અમૃત ભવિષ્યનો રોડ મેપ તૈયાર કરશે. તમારું સૌનું વાઈબ્રન્ટ ગુજરાતમાં સ્વાગત છે. 

જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, ગત વર્ષે હું ગુજરાત આવ્યો હતો. પીએમ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત બાબતે ચર્ચા કરી હતી. ગુજરાત ક્લિયર ચ્રાન્સ્પરન્ટ અને પોલિસી ડ્રીવન રહ્યું છે જે મારી કંપનીઓ પણ અનુભવ કર્યું છે. ગ્લોબલ ટેક્નોલોજી સાથે હાઈએન્ડ પ્રોડક્ટ ડેવલપ કરી રહ્યા છે. ચાર વર્ષ પહેલા આર્સેલર મિત્તલનું ગુજરાતે સ્વાગત કર્યું હતું. અમે એક્સ્ટેન્શન કરી રહ્યા છીએ ૨૦૨૬ સુધી કામ પૂર્ણ થશે. બીજા તબક્કામાં કામ પૂર્ણ થતા ૨૬ મિલિયન ટન સ્ટીલ ગુજરાત માં બનશે જે વિશ્વનું સૌથી મોટો પ્લાન્ટ બની રહેશે. 

ગુજરાત વાઇબ્રન્ટ સમિટ-2024માં ભાગ લેવા માટે 136 દેશની કંપનીઓ, સંસ્થાઓ અને પ્રતિનિધિઓએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે. ગ્લોબલ સીઇઓમાં યુએઇ, યુએસએ, જાપાન, સિંગાપોર, ફ્રાન્સ, જર્મની સહિતના દેશના સીઇઓનો સમાવેશ થાય છે.

વાઈબ્રન્ટ ગુજરાત ઘણા બધા પરિપક્ષમાં મહત્વપૂર્ણ બની રહેશે. ગુજરાતને કારણે રોજગારીનું પણ મોટા પ્રમાણમાં સર્જન થશે તેવુ જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાએ જણાવ્યું. વહેલી સવારથી જ VVIP ઓનું આગમન શરૂ થઈ ગયું છે. વહેલી સવારે ચેક રિપબ્લિકના PM પિટર ફિયાલાનું અમદાવાદ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. 

મોડી રાતથી અમદાવાદ એરપોર્ટ સતત ધમધમી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 નો થોડા સમયમાં પ્રારંભ થઈ જશે. પરંતુ તેના માટે મોડી રાતથી વીવીઆઈપી મહેમાનો આવવની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારે અમદાવાદથી ગાંધીનગરના રોડ પર અવરજવર માટે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવી દેવાઈ છે. ખાસ મહેમાનો માટે પોલીસની ખાસ પાઇલોટિંગ વાહનની વ્યવસ્થા છે.