ગોધરા, ગોધરા તાલુકાના રતનપુર કાંંટડી ગામે ઓગસ્ટ 2012માં આરોપીએ લાકડાનો દંડો મારી હત્યા કરાઈ હતી. આ કેસ જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 7 વર્ષથી સખત કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવામાંં આવ્યો.
ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામે રહેતા ફરિયાદીના ભાઈ મહેન્દ્રભાઇ શીવાભાઇ પરમાર સાથે આરોપી સતિષ મોહનભાઇ પરમાર સાથે ઝગડો તકરાર થયેલ તેમાં આરોપી સતિષ પરમારે લાકડાનો દંડો મારી જીવલેણ હુમલો કરી મહેન્દ્રભાઇને ધટના સ્થળે મોત નિપજાવ્યું હતુંં. આ બાબતે કાંંકણપુર પોલીસમ મથકે 302 અને જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંધાયો હતો અને આરોપીને ઝડપી પાડવામાંં આવ્યો હતો. કોર્ટમાંં ચાર્જશીટ કરેલ હતી. તે બાબતે જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં કેસ ચાલી જતાં રાકેશ એસ.ઠાકોરની દલીલો અને પંચો તેમજ તપાસ અધિકારીની જુબાનીને ધ્યાને લઈ આરોપીને આ અપરાધ મનુષ્ય વધ ન કહેવાય તેવા ગુનામાં દોષિત ગણી આરોપી સતિષ ઉર્ફે શંકો મોહનભાઇ પરમારને 7 વર્ષની સખત કેદની સજા અને 10 હજાર રૂપીયા દંડ કરવામાંં આવ્યો. આ હુકમને લઈ પંચમહાલ જીલ્લામાં ગુન્હાઓ આચરતાં આરોપીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.