14 ફેબ્રુઆરી થી ગોધરા સિવિલ હોસ્પિટલના ઓપીડી સમયમાંં ફેરફાર કરાયો

ગોધરા, ગોધરા જનરલ હોસ્પિટલનો ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીના નિયમોમાં 1 ફ્રેબુ્રઆરી 2024થી ઓપીડી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગોધરા જનરલ સિવિલ હોસ્પિટલના ઓપીડી સમયમાં ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટીના નિયમો મુજબ ઓપીડીની સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરી 2024 થી સિવિલ હોસ્પિટલમાંં ઓપીડી સમય સવારે 9.00 થી 1.00 વાગ્યા સુધી તેમજ બપોર 3.00 વાગ્યા થી 5.00 કલાક સુધીનો રહેશે.