હાલોલ ગાંધીચોક માર્કેટમાં સરકારી જમીનમાં ઉભી કરેલ કાચી પતરાની દુકાનનુંં દબાણ પાલિકાએ દુર કર્યું

હાલોલ, હાલોલમાં ગાંધીચોક શાક માર્કેટમાં પતરાની કાચી દુકાન બનાવી સરકારી જમીન પર કાયેલ દબાણ હાલોલ નગર પાલિકાએ જેસીબીથી દુર કરવામાં આવ્યું.

હાલોલ ગાંધીચોક શાક માર્કેટમાં પતરાની કાચી દુકાન સરકારી જમીનમાં ઉભી કરી છેલ્લા કેટલાક વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. સરકારી જમીનમાં પતરાની કાચી દુકાન ઉભી કરનાર રાજેન્દ્ર ઓમ પ્રકાશ શર્માને હાલોલ પાલિકા દ્વારા 2022માં સ્વૈચ્છિક દબાણ દુર કરવા માટે નોટીસ આપી હતી. પાલિકા દ્વારા દબાણ હટાવવાની નોટીસ બાદ પણ દુકાનદાર દ્વારા દબાણ ખાલી નહિ કરતાં આજરોજ હાલોલ નગર પાલિકા દ્વારા જેસીબી થી પતરાંની દુકાન સહિતના ગેરકાયદેસરના દબાણો દુર કરવામાં આવ્યા.