મહીસાગર ભાજપ મહિલા મોરચા દ્વારા પ્રદેશ મહિલા મોરચા પ્રમુખના અધ્યક્ષસ્થાને યુવતી સંમેલન યોજાયું

  • પ્રથમ મતદાર બનનાર યુવતીઓને મોદી સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ.

લુણાવાડા, મહીસાગર જીલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા લુણાવાડા પી.એન.પંડ્યા કોલેજ ખાતે પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ દીપિકાબેન સરાડવાના અધ્યક્ષસ્થાને મધ્ય ઝોન ઇન્ચાર્જ સિદ્ધીબેન જોશીની વિશેષ ઉપસ્થિતિમાં યુવતી સંમેલન યોજાયું.

મહિલા મોરચા પ્રદેશ પ્રમુખે દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સશક્તિકરણ માટે લેવામાં આવેલ અનેક પગલાંઓ અને યોજનાઓની માહિતી આપી. અમૃતકાળમાં 2047 સુધી ભારતને સંપૂર્ણ વિકસિત બનાવવા સંકલ્પબધ્ધ થવા અપીલ કરી હતી. તેમજ આ સંમેલનમાં પ્રથમ વખત મતાધિકાર મેળવનાર યુવતીઓને મોદી સરકારની મહિલાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી સાથે તેમનો પ્રથમ મત ભાજપ પક્ષને આપે તે માટે પ્રેરિત કરવામાં આવી હતી. તેમજ સરકારની યોજનાઓથી સતત માહિતગાર રહે તે માટે નમોએપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રે અગ્રેસર યુવતીઓ અને મહિલાઓ માટે સામાજીક સેવા કરતી સ્વયંસેવી સંસ્થાઓને નમો પુરસ્કાર પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.

આ અવસરે જીલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, મહિલા મોરચાના પ્રભારી, મહિલા મોરચા પ્રમુખ નિશાબેન, મહામંત્રી લીલાબેન, મણીબેન નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભાવનાબેન, નગર પ્રમુખ હિમાંશુભાઈ શાહ, કાર્યાલય મંત્રી જીગરભાઈ પંડ્યા, સમીર મહેતા, નગર મહિલા મોરચા પ્રમુખ મધુબાલા બેન, કિંજલબેન, હેમલતાબેન સહીત અગ્રણી મહિલા કાર્યકર્તા બહેનો અને વિશાળ સંખ્યામાં યુવતીઓ ઉપસ્થિત રહી હતી. તેમજ વિશેષ યોગદાન આપવા બદલ લુણાવાડા કોલેજના ટ્રસ્ટી હીરાભાઈ પટેલ, પ્રોફેસર ઈશ્વરભાઈ ડામોર, વેદાંત સ્કૂલના ટ્રસ્ટી,ક્રિસ્ટલ સ્કૂલના ટ્રસ્ટી તેમજ કોલેજના તમામ વિદ્યાર્થીનીઓનો મહીસાગર જીલ્લા ભાજપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.