બોડેલીમાં 17 ઈંચ : NDRF ટીમ અને બોડેલી પોલીસે 500 લોકોનું કર્યું રેસ્ક્યૂ

  • ગુજરાતમાં અનેક જિલ્લામાં ભારે વરસાદથી તારાજી
  • 13 જુલાઈ સુધી વરસાદની હવામાન ખાતાની આગાહી

છોટા ઉદેપુરના બોડેલીમાં વરસાદ આફત બની વરસ્યો છે. બોડેલીમાં 17 ઈંચ વરસાદ પડતાં નગર આખુંય પાણીમાં ગરકાવ થઈ ગયું છે. શહેર તરફ જતા હાઈવે પર પણ અનેક જગ્યાએ ગાબડાં પડતાં બંધ કરી દેવામાં આવ્યા છે. બોડેલી તાલુકાના ગામડાઓ  પણ બેટમાં ફેરવાઇ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી જતા અનેક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.નગરજનો મુક્તિધામના ઊચાઇવાળા ભાગમાં ચડી ગયા છે. NDRF ટીમ અને બોડેલી પોલીસનું સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે જેમાં અત્યાર સુધી 500 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. ભારે વરસાદને લીધે તરુણ પણ પાણી વચ્ચે ફસાઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમે ગળાડૂબ પાણીમાં ઉતરી તરુણને બચાવી લીધો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં 5-6 લોકો સામેલ હતા જેમણે દોરડાનો સહારો લઈ તરુણને ખભા બેસાડી બહાર કાઢ્યો હતો