ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરાઈ

  • ભારતમાં 22 ભાષાઓને બંધારણમાં મંજૂરી આપવામાં આવેલ છે,જે પૈકી દેશમાં 77 ટકા લોકો હિન્દી ભાષા બોલે છે.

ફતેપુરા , ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં વિશ્વ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય હિન્દી દિવસની જેમ વિશ્વ હિન્દી દિવસની ઉજવણી શાળા કક્ષાએ કરવામાં આવી હતી હતી.જેમાં વિશ્વ હિન્દી દિવસ કેમ ઉજવવામાં આવે છે અને ક્યારથી છે ? આપણે કેવી રીતે ઉજવણી કરવી જોઈએ ? જેવી બાબતોની બાળકોને આચાર્ય દ્વારા જાણકારી આપવામાં આવી હતી. સાથે સાથે એ પણ જણાવવામાં આવ્યું કે, આપણે અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી મેળવી છે. પરંતુ માનસિક રીતે હજી પણ અંગ્રેજોએ આપેલી અંગ્રેજી ભાષાના ગુલામ છીએ. અંગ્રેજી ભાષાને વધુ મહત્વ આપવામાં આવે છે અને બાળકોને પાયાનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં આપીને વાલીઓ ગૌરવ અનુભવતા હોય છે. પરંતુ બાળકોને પાયાનું શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ આપવું જોઈએ. કારણકે, માતૃભાષાનું મહત્વ માતાના દૂધ જેટલું છે તથા રાષ્ટ્ર ભાષાનું મહત્વ પણ બીજી ભાષાઓ કરતા ઓછું ન હોવુ જોઈએ. જેવી જાણકારી બાળકોને આપવામાં આવી હતી અને બાળકોને નાનપણથી જ રાષ્ટ્રભાવના વિકસે એ હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે-સાથે સપ્તાહમાં એક દિવસ શાળામાં તમામ પ્રકારનો વ્યવહાર હિન્દી ભાષામાં કરવાનું આયોજન કરાયું. જેમાં દર બુધવારના રોજ શાળાનો સંપૂર્ણ વ્યવહાર હિન્દી ભાષામાં કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે-સાથે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને નિંબધ લેખન સ્પર્ધા યોજાઈ જેમાં વિજેતા બાળકોને એના વિતરણ કરવામાં આવ્યું. આમ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક મિત્રોએ બાળકોને વિશ્વ હિન્દી દિવસની વિગતવાર માહિતીથી વાકેફ કરીને હિન્દી ભાષાનુ સચોટ રીતે મહત્વ સમજાવ્યું હતું. જેમાં હિન્દી ભાષા ભારત દેશમાં સૌથી વધારે બોલાતી ભાષાઓ માની એક છે.અને દેશમાં લગભગ 77 ટકા જેટલા લોકો હિન્દી ભાષા બોલે છે, લખે છે અને સમજે છે. સાથે સાથે વિશ્વમાં સૌથી વધારે બોલાતી ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે છે. ભારત સિવાય પણ બીજા કેટલાય દેશોમાં લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ભારતમાં 22 ભાષાઓને બંધારણમાં મંજૂરી આપેલ છે. જેવી બાબતોથી બાળકોને માહિતગાર કરી વિશ્વ હિન્દી દિવસની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી.