શહેરા, શહેરા નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પાયલ ફૂટવેર નામની દુકાન માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી.
શહેરા નગર પાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા ઉતરાયણના તહેવારને અનુલક્ષીને નગર વિસ્તારમાં આવેલી પતંગ દોરાની દુકાનમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પાયલ ફૂટવેર એન્ડ રેડીમેટ દુકાનની અંદર શરૂઆતમાં ચાઈનીઝ દોરી નહી વેચતા હોવાનું પાલિકાની ટીમને લાગી રહેલ પણ જ્યારે દુકાનની અંદરના પાછળની રૂમમાં સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા તપાસ કરતા દુકાનદાર એ સંતાડી રાખેલ પ્રતિબંધિત જીવલેણ ત્રણ કટ્ટા ચાઈની દોરી મળી આવેલ હતી. જેનું સ્થળ પર રોજ કામ કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને જપ્ત કરી નગર પાલિકા ખાતે લઈ આવીને દુકાનદારના વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકાની ટીમ દ્વારા જે દુકાન માંથી અત્યારે ચાઈનીઝ દોરી મળી આવી હતી. આજ દુકાન માંથી ગત વર્ષે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી આજ સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા દંડકીય કાર્યવાહી નહિ પરંતુ આ દુકાનદાર સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી જોઈએ, જેથી પતંગ દોરાના વેપાર કરતા બીજા અન્ય વેપારીઓ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરી શકે નહીં. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પતંગ દોરાની દુકાનમાં છુપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.