દાહોદ, દાહોદના ગોધરા રોડ પરથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. 2,100 રૂપીયાના 07 ફિરકા જપ્ત જપ્ત કરવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટે ચાઈનીઝ માંઝા નાઈલોન, પ્લાસ્ટીક દોરી, કાંચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોની કોટીંગ કરેલ દોરી તેમજ પતંક ચગાવવા માટે ઉપયોગમાં લેવાતાં અન્ય હાનિકારક પદાર્થોના ઉપયોદગ પર પ્રતિબંધ બાબતેનું જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે અનુસંધાને જીલ્લાની પોલીસ પતંગના દોરાના વેપારીઓને ત્યાં ચેકિંગ પણ હાથ ધરી રહી છે. ત્યારે ગતરોજ દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે ચંદન ચાલમાં રહેતા રાજુભાઈ રમેશભાઈ કેથવાસ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં પોલીસે તેને રૂા.2,100ની કિંમતના 07 ચાઈનીઝ દોરીના ફિરકા સાથે ઝડપી પાડ્યો હતો.
આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.