ગોધરા સબજેલમાં ઝડપી સ્કવોર્ડના ચેકીંગ દરમિયાન બેરેક-1 અને 3 માંથી બે મોબાઈલ ઝડપ્યા

ગોધરા,ગોધરા સબજેલમાં જેલર ગૃપ-ર ઝડતી સ્કવોર્ડના ચેકીંગ દરમિયાન બેરેક-1 અને બેરેક-3 માંથી બે મોબાઈલ ફોન ઝડપી પાડી. આ બાતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સબજેલમાં અમદાવાદ જેલ ગૃપ-ર ના ઝડપી સ્કોવોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન આરોપી સંતોષ ઉર્ફે ભીમા રાયસીંગ જાદવ જે ખૂન કેસમાં કાચા કામના કેદી તરીકે બેરેક-1માં રાખેલ હોય જેલમાં અવેધ વસ્તુઓ ઉપર પ્રતિબંધ હોવાનું જાણતા હોય તેમ છતાંં આરોપીએ કોઇ સાથે મળી મોબાઈલ ફોન પોતાની પાસે રાખીને ઝડતી દરમિયાન મોબાઈલ ફોન ઉપર વાત કરતાં ઝડપાઈ જવા પામ્યો. જ્યારે બેરેક નં.3ની લોબીમાં દિવાલ ઉપર લગાવેલ લોખંડની પેટી ઉપરથી મોબાઈલ ફોન મળી ગોધરા સબજેલ માંથી બે મોબાઈલ ફોન ઝડપાઈ જતાંં આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.