હાલોલના બાસ્કા ગામે સર્વિસ રોડ ઉપર ટાટા એસી ટેમ્પોએ રાહદારીને ટકકર મારી ઈજાઓ પહોંચાડી

હાલોલ, હાલોલ તાલુકાના બાસ્કા ગામે સર્વોતમ હોટલથી પુલના વચ્ચેના ભાગે ટાટા એસી ટેમ્પોના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી સર્વિસ રોડ ઉપર ચાલત જતાં રાહદારીને ટકકર મારી પાઈ દઈ ફેકચર કરી ઓછી વધતી ઇજાઓ પહોંચાડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના બાસ્કા ગામે સર્વોતમ હોટલ અને વિશ્ર્વામિત્ર નદીના પુલ વચ્ચે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટાટા એસી ટેમ્પો નં.જીજે.06.બીવી.7470ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી સર્વિસ રોડ ઉપરથી ચાલતા જઈ રહેલા રાહદારી રાકેશ પરષોત્તમભાઈ વણકર ઉ.વ.27ને પાછળથી ટકકર મારી પગના સાથળના ભાગે ફેકચર કરી તથા શરીરે ઈજાઓ પહોંંચાડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવ પામી છે.