- યુએઈના રાષ્ટ્રપતિનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, પીએમ મોદીએ તેમને સાથે રોડ શો કર્યો.
ગાંધીનગર, ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા. નરેન્દ્ર મોદીએ ટ્રેડ શોનું ઉદઘાટન કર્યું હતું, સાથે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ પણ જોવા મળ્યા હતા. બન્ને નેતાએ સાથે ટ્રેડ શોમાં વિવિધ સ્ટોલોની મુલાકાત કરી હતી. ટ્રેડ શોમાં બુલેટ ટ્રેનનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જ્યારે મોદી ટ્રેડ શોની મુલાકાત લેવા અંદર જઈ રહ્યા હતા ત્યારે અને બહાર આવ્યા ત્યારે જય શ્રીરામના નારા લાગ્યા હતા. આ ટ્રેડ શો ખૂબ જ આકર્ષક સ્ટોલ લગાવવામાં આવ્યા છે. જેમાં સુંદર પ્રદર્શન મુકવામાં આવ્યા છે. જેમાં એક આકર્ષક સ્ટોલ પીએમ વિશ્વકર્મા સ્ટોલ લગાવવામાં આવ્યો છે. જેમાં હસ્તકળા અને અન્ય કલાકારોના તૈયાર થતા સામાનને લઈ ટ્રેડ શોના સ્ટોલમાં મુકવામાં આવેલ . અહીં મેં ભી વિશ્વકર્મા ના બેનરને પણ રાખવામાં આવ્યુ છે. વડાપ્રધાન મોદી પણ ટ્રેડ શોના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી મોદીએ સ્થાનિક કલાકારોએ તૈયાર કરેલ ચીજોને ખરીદવા અને પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ ભાર મુક્યો છે. ૧૦૦ જેટલા વિઝિટિંગ દેશો, ૩૩ પાર્ટનર દેશો સામેલ થયા છે. ૨૦ દેશો પોતાના દેશના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરશે. સંશોધન ક્ષેત્રના ૧૦૦૦થી વધુ પ્રદર્શકો ભાગ લેશે. તથા ૧૦-૧૧ જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ મુલાકાત લઇ શકશે. તેમજ ગ્લોબલ ટ્રેડ શો ૧૨-૧૩ જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લો મુકાશે. ટ્રેડ શોમાં મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતના સ્ટોલ છે. ટ્રેડ શોમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગનું પ્રદર્શન જોવા મળશે. ઓટો, સિરામિક, કેમિકલ, જેમ્સ એન્ડ જ્વેલરીનું પ્રદર્શન થશે.
ટ્રેડ શોના ઉદઘાટન બાદ નરેન્દ્ર મોદી ફરી રાજભવન પહોંચ્યા હતા. બાદમાં અમદાવાદ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિના સ્વાગત માટે પહોંચ્યા હતાં યુએઇના રાષ્ટ્રપતિ એરપોર્ટ પર આવી પહોંચતા મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું મોદીએ તેમું ભેટીને સ્વાગત કર્યું હતું અહીં યુએઇના રાષ્ટ્પતિને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી અહીં બન્ને નેતાઓનો એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલ સુધી રોડ શો યોજાયો હતો બંન્ને નેતાઓ એક કારમાં બેઠા હતાં ત્યારબાદ તેમનો કાફલો હતો અમદાવાદમાં પીએમ મોદીનો રોડ શો યોજાય તે પહેલા ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સુરક્ષાની સમિક્ષા કરી હતી રોડ શો માટે ગાંધીનગરમાં કુલ ૫ સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હતાં . જેમાં નર્મદા કેનાલ, શંખ મંદિર, ગ્રીનલેન્ડ એપ્રોચ પાસે સ્વાગત પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા હતાં . તો ઓપ્યુલન્સ એપ્રોચ અને પીયુઇયુ એપ્રોચ પાસે પણ પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પોઈન્ટ બનાવાયા હતાં રોડની બંન્ને બાજુએ વિવિધ રાજયોની સાંસ્કૃતિની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી હતી રોડની બંન્ને બાજુ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી રોડ શોને લઇ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો ઠેકઠેકાણે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પીએમ અને યુએઇના રાષ્ટ્રપતિના રોડ શોમાં સિદ્દી સમાજના યુવાઓએ સિંદ્દી સમાજનું વિખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજુ કર્યું હતું.રોડ શો દરમિયાન પ્રાચીન ગરબા રજુ કરવામાં આવ્યા હતાં અમદાવાદના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોમાં જોડાયા હતાં બાપુનગરના દાઉદી વોરા સમાજના લોકો રોડ શોને લઈ ઉત્સુક જોવા મળ્યા હતાં અને ત્રણ કલાક પહેલા રસ્તા પર ઉમટી પડયા હતાં રોડ શો દરમિયાન આદિવાસી નૃત્ય ની ઝાંખી પણ જોવા મળી હતી વડાપ્રધાન મોદી ગાડીમાં યુએઇના રાષ્ટ્રપતિને ઝાંખીઓની માહિતી આપતા નજરે પડયા હતાં. ગાડીની એકબાજુ ભારતનો તિરંગો અને બીજીબાજુ યુએઇનો ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો રોડ શો બાદ બંન્ને નેતા ગાંધીનગરની લીલા હોટલમાં પહોંચ્યા હતાં અહીં તેમણે ડીનર લીધુ હતું સુત્રોના જણાવ્યા અનુસાર યુએઈના રાષ્ટ્રપતિને ડિનરમાં શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. વેલકમ ડ્રિક્ધસ સાથે મહેમાનોને આવકારવામાં આવશે. આવતીકાલે બુધવારે સવારે ૧૦ વાગે પીએમ મોદી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવશે. ઉદ્ઘાટન સમારોહ બાદ મોદી ગ્લોબલ સીઇઓ સાથે બેઠક યોજશે. જે બાદ સાંજે ૫ તેઓ દિલ્હી રવાના થશે.