મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી

ગુજરાતમાં આવતીકાલથી એટલે કે 10થી 12 જાન્યુઆરી સુધી વાયબ્રન્ટ સમિટ યોજાવાનું છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2014ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદીરમાં મુલાકત બેઠક યોજી હતી.

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલ્હીમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે, તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત-તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. સાથે જ જણાવ્યુ હતુ કે ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિ જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.

નવા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024 ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

4  વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની સમિટમાં કુલ 32 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. જે અંતર્ગત 4 દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહેશે. UAE, ચેક રિપબ્લિક, મોઝામ્બિક, તિમોર લેસ્ટના વડાઓ ગુજરાત આવશે, જ્યારે કે 18 પાર્ટનર દેશોના ગવર્નર અને મંત્રીઓ પણ હાજર રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલેએ નેધરલેન્ડના એમ્બેસેડર મેરીસા ગેરાર્ડ સાથે બેઠક કરી હતી’ જેમાં નેધરલેન્ડ, ૨૦૧૫ થી વાઇબ્રન્ટ સમિટમાં ભાગીદાર દેશ છે અને ગુજરાત વેપાર સંબંધો અને નિયમિત રાજદ્વારી મુલાકાતો દ્વારા સમર્થિત મજબૂત દ્વિપક્ષીય સંબંધો શેર કરે છે. બિઝનેસ કરવાની સરળતા માટેની ગુજરાત સરકારની નીતિ વિશે તેણીને માહિતગાર કર્યા.ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર, અર્બન મોબિલિટી, વોટર મેનેજમેન્ટ અને એગ્રીકલ્ચરના ક્ષેત્રોમાં સહકારની તકોની શોધ કરી. ગુજરાત સરકાર સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટીઝ વિક્સાવવા ઈચ્છતી હોવાથી, ડચ કંપનીઓને ગુજરાતના દરિયાકાંઠે રોકાણની તકો શોધવા આમંત્રિત કર્યા

ભૂપેન્દ્ર પટેલની જાપાનના ઉપમંત્રી હોસાકા શિન સાથે સીએમની મુલાકાત થઇ છે. જેમાં ગ્રીન હાઈડ્રોજન, ઈ-વ્હીકલ, સેમિકંડક્ટરમાં રોકાણ મુદ્દે ચર્ચા થઇ છે. માઈક્રોટેકના પ્રેસિડેન્ટ,સીઇઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત થઇ છે. તેમાં ભૂપેન્દ્ર પટેલે સંજય મેહરોત્રા સાથે મુલાકાત કરી છે. સાણંદમાં સ્થપાઈ રહેલા માઈક્રો ટેકના પ્લાન્ટ મુદ્દે ચર્ચા કરી છે. તેમજ CM ભૂપેન્દ્ર પટેલે પ્રસુન મુખરજી સાથે મુલાકાત કરી ગુજરાતમાં ફિનટેક કંપનીઓના રોકાણની તકો પર ચર્ચા કરી છે. તથા સેમિ કંડક્ટર પોલિસી સહીતના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ હોર્ટા અને તેમના પ્રતિનિધિમંડળને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉષ્માસભર આવકાર આપ્યો હતો, જે બંને દેશો વચ્ચે સૌપ્રથમ વાર રાજ્યનાં વડા કે સરકારી સ્તરની મુલાકાત છે. પ્રધાનમંત્રીએ જીવંત “દિલ્હી-દીલી” જોડાણનું નિર્માણ કરવાની ભારતની પ્રતિબદ્ધતાની પુન:પુષ્ટિ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૩માં, તેમણે દેશમાં ભારતીય મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ક્ષમતા નિર્માણ, માનવ સંસાધન વિકાસ, આઇટી, ફિનટેક, ઊર્જા અને પરંપરાગત ચિકિત્સા અને ફાર્મા સહિત હેલ્થકેરમાં તિમોર-લેસ્ટેને સહાયની ઓફર કરી હતી. તેમણે તિમોર-લેસ્ટને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને કોએલિશન ફોર ડિઝાસ્ટર રેસિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા આમંત્રણ પણ આપ્યું હતું.

તેમણે તિમોર-લેસ્ટને તેના ૧૧માં સભ્ય તરીકે સ્વીકારવાના આસિયાનના સૈદ્ધાંતિક નિર્ણય બદલ રાષ્ટ્રપતિ હોર્ટાને અભિનંદન પાઠવ્યા હતા અને ટૂંક સમયમાં જ સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવાની આશા વ્યક્ત કરી હતી.રાષ્ટ્રપતિ હોર્ટાએ સમિટમાં સહભાગી થવા આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ભારતની વિકાસલક્ષી પ્રાથમિક્તાઓ પૂર્ણ કરવા, ખાસ કરીને આઇટીમાં હેલ્થકેર અને ક્ષમતા નિર્માણનાં ક્ષેત્રોમાં, ભારત પાસેથી ટેકો માંગ્યો હતો.

રાષ્ટ્રપતિ હોર્ટાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સદસ્યતા માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. બંને નેતાઓએ બહુપક્ષીય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સહકાર જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ વોઈસ ઑફ ગ્લોબલ સાઉથ સમિટના બે સંસ્કરણોમાં તિમોર-લેસ્ટેની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી. તેઓ સંમત થયા હતા કે વૈશ્વિક દક્ષિણના દેશોએ વૈશ્વિક મુદ્દાઓ પર તેમની સ્થિતિનો સમન્વય કરવો જોઈએ.ભારત અને તિમોર-લેસ્ટે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો લોકશાહી અને અનેક્તાના સહિયારા મૂલ્યો સાથે જોડાયેલા છે. ભારત ૨૦૦૨માં તિમોર-લેસ્ટે સાથે રાજદ્વારી સંબંધો સ્થાપિત કરનાર પ્રથમ દેશોમાંનો એક હતો.નવા વર્ષના પ્રારંભે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ ગુજરાતમાં યોજવામાં આવી રહી છે. તારીખ ૧૦ જાન્યુઆરીથી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન થઈ રહ્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.૪ વર્ષે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઇને મહાત્મા મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વખતની સમિટમાં કુલ ૩૨ દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે.