અમદાવાદ, નવા વર્ષે જ ગુજરાતીઓ પર મોંઘવારીનો માર પડ્યો હતો. ત્યારે હવે આજે ખુશખબર આવ્યા છે. ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર એ છે કે, આજે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ થયુ છે. દેશમાં સવારે ૬ વાગ્યે ઈંઘણના ભાવમાં સુધારો થતા ફેરફાર થાય છે ત્યારે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જે મુજબ નવા ભાવ શું છે તે જાણી લો. દેશવાસીઓ લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈ રહ્યાં છે. લાંબા સમયથી સંકેત મળી રહ્યા હતા કે પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમા આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે લગભગ ૬ વાગ્યે ક્રૂડ લગભગ લેટ રહ્યું હતું અને ભાવમાં ઘટાડો આવ્યો છે.
ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ૫૬ પૈસાનો ઘટાડો નોંધાયો છે. આ સાથે મયપ્રદેશમાં પેટ્રોલ ૩૦ અને ડીઝલ ૨૮ પૈસા સસ્તુ થયું છે. આ સિવાય કોઈ રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલ ૫૨ પૈસા મોંઘુ થયું છે. પંજાબમાં પેટ્રોલ ૨૨ પૈસા અને ડીઝલ ૨૧ પૈસા મોંઘુ થયું છે.
મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ :
દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૯૦.૦૮ રૂપિયા પ્રતિ લીટર,મુંબઈમાં પેટ્રોલ ૧૦૬.૩૧ રૂપિયા અને ડીઝલ ૯૪.૨૭ રૂપિયા પ્રતિ લીટર,કોલકાતામાં પેટ્રોલ ૧૦૬.૦૩ રૂપિયા અને ડીઝલ ૯૨.૭૬ રૂપિયા પ્રતિ લીટર,ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૨.૭૩ રૂપિયા અને ડીઝલ ૯૪.૩૩ રૂપિયા પ્રતિ લીટર,અમદાવાદમાં પેટ્રોલ ૯૬.૬૪ રૂપિયા અને ડીઝલ ૯૨.૩૯ રૂપિયા પ્રતિ લીટર