ગોંડલ તાલુકામાં ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : ગોંડલ તાલુકામાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ખેત મજૂરી કામ કરતા વ્યક્તિએ ગળાફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ૩૮ વર્ષીય આ વ્યક્તિએ ગળાફાંસો ખાઈ લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે હાલ સમગ્ર બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

ઘર કંકાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો

યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે છેલ્લા ચાર વર્ષથી પ્રવીણભાઈ ચોવટીયાની વાડીમાં રહી ખેત મજૂરી કામ કરતા રાજુ મકડીયા ચૌહાણ ઉંમર વર્ષ ૩૮ નામના યુવાને ગળાફાંસો ખાઈ લેતા વાડી માલિક અને ગામના સરપંચ વિજયભાઈ પટેલ સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસને જાણ કરી રાજુ ચૌહાણના મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.

યુવકે ગળાફાંસો ખાઈ બે લેતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

ગામના સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે ચાર દિવસથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા કરતો હતો બંનેને સમજાવવામાં પણ આવ્યા હતા. જ્યારે સોમવારે રાજુએ સવારે ગળા ખાસો ખાઈ મોત વ્હાલું કરી લીધું હતું. જેની જાણ ગ્રામજનોને તથા ત્યાં દોડી ગયા હતા. રાજુને સંતાનમાં દીકરો દીકરી બે છે. અકાળે તેને આત્મહત્યા કરી લેતા સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.