ગોધરા પ્રાંત દ્વારા 96 વર્ષ પછી 1 દિવસમાં નિર્ણય કરવા સામે ખાતાકીય તપાસ તથા આ બાબતની ફરિયાદની માંગ

ગોધરા,
મોજે ગોધરા કસ્બાના રે.સ.નં.420/427/428 બાબતે પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત વિગેરે 1 થી 6 સામે વધુ અંક તાચ.24/6/2022 તથા તા.26/06/2022 સામે ફરીયાદી દ્વારા ગુજરાત રાજ્ય સરકાર લાગતા વળગતા અધિકારી તરફ આવી રીતે બેનામી તરફ ફરિયાદ અરજી બાબતે આરોપીઓ આવી રીતે બેનામી મિલ્કતો ભેગી કરેલ હોય તમામ 1 થી 6 આરોપીઓની સંપતિની તપાસ કરવા અને સામે સખતમાં સખત કાર્યવાહી કરવા તેમજ આ બાબતે અનેક વિભાગો તરફ સોગંદનામાના રૂપે ખુબ જ લાંબા ગાળે વિગતોવાર ફરીયાદ અરજી કરેલ છે. ફરિયાદી દ્વારા અરજીની રજુઆતો ભયાનક અને ગંભીર પ્રકાર છે. આવી તમામ પ્રકારની ભ્રષ્ટાચાર અંગેની મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ સમક્ષ પગલા લેવાની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મહેસુલ વિભાગને સોંપવામાં આવેલી છે. આ વિભાગ દ્વારા પ્રજા સેવાલક્ષી કામો તથા ગેરરીતિઓ ભ્રષ્ટાચાર ઉચાપતની ફરિયાદ અંગેની શિક્ષાત્મક પગલા લેવા તથા ખાતાકીય પગલાં તથા પેન્શનો, પ્રમોશનો, ઈજાફો યોગ્ય સરકારની સુવિધાઓ બંધ કરવાના તથા તમામ પ્રકારના વિભાગોની દેખરેખ રાખનાર ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગર માન. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય ગુજરાત સરકારના વિભાગોને સોંપી તથા અધિક કલેકટર તકેદારી સેલને આ બાબતે જરૂરી કાર્યવાહી કરી યોગ્ય પગલાં અર્થે મોકલી આપવાની થાય છે. આમ, આ પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત પ્રાંત ગોધરાની તમામ ફાઈલો વધુ રેવન્યુની તપાસ ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો આવા પ્રકારની ગેરરીતિઓ તપાસ દરમિયાણ મળે તેમ છે.

આરોપી 1) કુતુબદ્દીન અઝમુદ્દીન સૈયદ તથા આરોપી 6 પ્રાંત ગોધરા એન.બી.રાજપૂત આ બન્ને અમદાવાદના વતની છે અને એક દિવસમાં હુકમ કરનાર ગોધરા ખાતે પ્રાંત ગોધરાનો પ્રથમ કિસ્સો જોવા મળે છે. 96 વર્ષનો વિલંબનો નિકાલ એવા પ્રાંત અધિકારી એન.બી.રાજપૂત દ્વારા તમામ અર્થો વટાવી અને મહેસુલી પરિપત્રોનું …………… સરકાર આદેશોનું પાલન નહીં કરી કરાવી મોટી મોટી લાંચ રૂશ્ર્વતો લઈ આવા પ્રકારના ખિલાડી બની બેઠા છે. જો આવા પ્રકારની ગેરરીતિઓ ગુજરાત રાજ્ય સરકારની નજક આવા કર્મચારીઓ, અધિકારીઓ ઉપર નહીં રહે તો સરકારને બદનામ થાય છે. આ બાબતે ફરિયાદી એ કરેલ અરજીમાં રાજ્ય સરકાર પરિપત્રો પણ દર્શાવવામાં આવેલ છે. આવા કર્મચારીઓ, અધિકારીઓથી રેકર્ડ ઓફ રૂલ્સ તથા રેકર્ડ ઓફ રાઈટની નોંધો ધ્યાને લેવાતી નથી. તેમજ અરજદારો દ્વારા પુરાવા આપેલ હોવા છતાં રેકર્ડ ઉપર ધ્યાને નહીં લઈ તમામ પ્રકારના ખેલો કરી રેકર્ડ વિરૂદ્ધના જજમેન્ટો આપવામાં આવેલ છે. જેથી ગોધરા પ્રાંત એન.બી.રાજપૂત કચેરી બાબતે તમામ ફાઈલો મહેસુલી ટીમ ગુજરાત સરકાર દ્વારા તપાસ થાય તો દુધનું દુધ અને પાણીનું પાણી થાય તેમ છે. તેમ સત્તા બહારના વહીવટી અધિકાર બહારની ગેરરીતિઓ તપાસ દરમ્યાન મળી આવે તેમ છે. આમ, આવા કર્મચારીઓ, અધિકારીઓથી સેવા કરવાના બદલે મેવા ખાવા બેઠેલા છે. જેથી ખોટા હુકમો, તકેદારી રિપોર્ટ વિગેરે ગુજરાત સરકારની તપાસ સાચી હકીકતો છુપાવી અને એકબીજા કર્મચારીઓ, અધિકારીઓની ફાઈલો દબાવી મુકેલની હકીકતો બહાર આવે તેમ છે. જો આવું રાજ્ય સેવકો દ્વારા અસભ્ય વર્તન પણ એન.બી.રાજપૂત ગોધરા પ્રાંતના કિસ્સા પણ ગાંધીનગર દ્વારા રજુ કરેલાની વિગતો પણ વાયુ વેગે છે. આપ, ગુજરાત સરકાર નાગરિક અધિકાર અધિનિયમ અંગે પણ ન્યાય મળતા નથી અને પ્રાંત ગોધરા દ્વારા બોગસ ખેડુતો બનાવવાના કિસ્સા બોગસ ખેડુતો બનાવેલ પ્રમાણપત્રો જો લાંબા ગાળે દલાલો, બિલ્ડરો અને લાખોપતિના કિસ્સાઓ તપાસ પ્રાંત ગોધરાની ફાઈલો તપાસ કરતાં મળી આવે તેમ છે. આવા સેલના ખિલાડીઓ દ્વારા અનેક પ્રકારની ગેમો રમી સરકારની મિલ્કતો 73 એ.એ.વાળી મિલ્કતો ગધા કલમ 43ના પ્રિમીયમના પાત્ર વાળી મિલ્કતો તેમ પ્રાથમિક તપાસો કેટલા ગાંધીનગર વિભાગોમાં વારંવાર ખાટલો ધારીને બેઠેલા ઈસમો થી પણ ખરા ખોટા હુકમો કરાવતા હોય તેવા ઈસમો ગાંધીનગર તરફ જોવા મળે છે.

આમ, ફરિયાદીની ફરીયાદ માન. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ ફરિયાદ પણ કરી 1 થી 6 સામે તમામ પ્રકારની તપાસ થાય તો તમામ હકીકતો 1 થી 6ની સંપતિ બહાર આવે તેમ છે. અને આવા કર્મચારીઓ, અધિકારીઓ પંચમહાલ ગોધરા એ કરેલ હુકમો વિગેરે બાબતની ફાઈલોની તપાસ થાય તેવી ઉપલા અધિકારી, મંત્રીઓ સમક્ષ સોગંદનામાના રૂપે કરેલ છે. જો આવા કર્મચારીઓ, અધિકારીઓ ખોટા હુકમો, ખોટા રિપોર્ટો, ખોટી તપાસો વિગેરે બાબતે હકીકતી વિગતો નહીં દર્શાવવામાં આવે તો ભારતના નાગરિકોનો મહેસુલી કોર્ટો ઉપર થી ભરોસો ઉઠી જશે અને મોટા પ્રમાણમાં જીલ્લા પંચમહાલના ગોધરાના લાંચરૂશ્ર્વતો આપી ખોટા કૃત્ય કરવામાં સફળ થાય અને એકપછી એક છકકા મારી અને ગરીબ પ્રજાને બોલ્ડ કરતાં જાય તેવો સમય આવે છે પણ માન. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના શુભ પગલાં પડવાથી ગુજરાત સરકારમાં ખુશી અને લાગણી દ્વારા ન્યાય મળવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં જોવા મળે છે.

આમ, ફરિયાદીની ફરિયાદ અરજી બાબતે એન.બી.રાજપૂત વિગેરે સામે જીલ્લા પંચમહાલ કલેકટર સુજલ મયાત્રા દ્વારા યોગ્ય બાબતે સાચી હકીકતો સાથે દરખાસ્ત તથા વિગેરે અધિકાર પરત્વે યોગ્ય પગલાં લેશે કે લેવડાવશે તેવી ફરિયાદીની ફરિયાદ છે.