
મુંબઇ, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે સ્થાનિક શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી. ત્રીજા ક્વાર્ટરના પરિણામોમાં નબળાઈને કારણે હ્લસ્ઝ્રય્ સેક્ટરના શેરમાં ઘટાડો થયો હતો. બીજી તરફ પીએસયુ, બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેર્સમાં પણ તીવ્ર ઘટાડો નોંધાયો હતો. આ અસરને કારણે બજારના મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. સોમવારના ટ્રેડિંગ સેશન બાદ સેન્સેક્સ ૬૭૦.૯૩ (૦.૯૩%) પોઈન્ટના ઘટાડા સાથે ૭૧,૩૫૫.૨૨ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી ૧૯૭.૮૦ (૦.૯૧%) પોઈન્ટ ઘટીને ૨૧,૫૧૩.૦૦ પર બંધ થયો હતો.