ઉસ્માન ખ્વાજાને આઇસીસી નો ઝટકો, કાળી પટ્ટી પહેરવા પર પ્રતિબંધ ચાલુ રહેશે

મુંબઇ, આઇસીસીએ ફરી એકવાર ઉસ્માન ખ્વાજાને ઝટકો આપ્યો છે. આઇસીસી દ્વારા તેની અપીલને ફગાવી દેવામાં આવી છે. તેણે આ અપીલ તેના પર લાદવામાં આવેલ આર્મબેન્ડ (બ્લેક બેન્ડ) પહેરવા પર પ્રતિબંધ મૂકવા વિરુદ્ધ કરી હતી.

ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષથી પ્રભાવિત બાળકોના સમર્થન માટે તેણે પોતાની હાથ પર કાળી પટ્ટી બાંઘી હતી. પાકિસ્તાન સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન ખ્વાજાએ કાળી પટ્ટી પહેરી હતી. આ કારણે તેને આઈસીસી દ્વારા ચેતવણી આપવામાં આવ્યો હતો અને તેમ ન કરવા જણાવામા આવ્યું હતું.

ગાઝામાં ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી અનેક બાળકો પ્રભાવિત થતા હોય છે. તેમના સમર્થન માટે ઉસ્માન ખ્વાજાએ પોતાની હાથ પર કાળી પટ્ટી બાંઘી હતી. જેના કારણે આઇસીસી દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ આઇસીસીના આ પ્રતિબંધ સામે અપીલ કરી હતી. પરંતુ એક અહેવાલ મુજબ તેની અપીલને ફગાવી દેવામાં આવી છે.આઇસીસીના નિયમો અનુસાર, ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય મેચોમાં ધાર્મિક, જાતિવાદી અથવા રાજકીય બાબતો પર કોઈપણ પ્રકારનો સંદેશ આપવા માટે આવા પ્રયાસો કરી શક્તા નથી.આઇસીસીના ભૂતપૂર્વ ખેલાડીઓ અથવા તેના પરિવારના કોઈપણ સભ્યો અથવા કોઈપણ મોટી વ્યક્તિના મૃત્યુ પર પૂર્વ પરવાનગી લીધા પછી જ તે કાળી પટ્ટી પહેરી શકે છે.

પાકિસ્તાન સામેની પર્થ ટેસ્ટ દરમિયાન ઉસ્માન ખ્વાજા કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યો હતો. જ્યારે આઇસીસીએ તેને આ માટે ઠપકો આપ્યો અને તેના પર પ્રતિબંધ લગાવ્યો તો તેણે આ પટ્ટી ઉતારવી પડી હતી. આ ટેસ્ટ પહેલા પણ ઉસ્માન ખ્વાજા ચર્ચામાં આવી ચૂક્યો હતો. જ્યારે તે ૧૩ ડિસેમ્બરે પ્રેક્ટિસ સેશન દરમિયાન આવ્યો ત્યારે તેના બૂટ પર ’બધાનું જીવન સમાન છે’ અને ’સ્વતંત્રતા એ માનવ અધિકાર છે’ જેવા સંદેશાઓ લખેલા હતા. જેનો સબંઘ ગાઝા પટ્ટીમાં થઈ રહેલા નરસંહાર સાથે જોડાયેલો હતો. આ કૃત્યોને કારણે ખ્વાજાને આઇસીસી અને મીડિયાની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ માટે તેને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી કોઈ ઠપકો મળ્યો નહોતો. આ સમગ્ર મામલે સાથી ખેલાડીઓએ પણ તેને સાથ આપ્યો હતો.