વેજલપુરના ખેડા ફળીયા પાસે હાઈવે રોડ ઉપર ચાલતા જતાં છોકરાને ટ્રકે અડફેટમાં લઈ મોત નિપજાવતા ફરિયાદ

વેજલપુર, કાલોલ તાલુકાના વેજલપુર ગામે ખેડા ફળીયામાંં રહેતા ફરિયાદીનો છોકરો વેજલપુર બજાર માંથી સામાન લઈને ચાલતા ધરે આવી રહ્યા હતા. ટ્રક ચાલકે છોકરાને પાછળથી ટકકર મારતાં દવા સારવાર દરમિયાન મોત નિપજાવી ચાલક ટ્રક મૂકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગત મુજબ કાલોલ તાલુકાના વેજલપુર ગામે ખેડા ફળીયામાં રહેતા રામુભાઇ છગનભાઇ રાવળનો છોકરો વેજલપુર બજાર માંથી સાંજના 7 વાગ્યના સમયે રોડ ઉપરથી ચાલતા ખેડા ફળીયા પાસેથી જઈ રહ્યો હતો. ત્યારે ટ્રક નં.જીજે.09.વાય.6096ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રામુભાઇ રાવળના છોકરાને પાછળથી ટકકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતા ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં દવા સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યુંં. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ વેજલપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.