હાલોલ વેલી હોટલ સામે હાઈવે રોડ ઉપરથી સ્વીફટ કારમાં લઈ જવાતો 96 હજારના દારૂ ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમો ઝડપ્યા

હાલોલ ;;હાલોલ રૂરલ પોલીસને બાતમીના આધારે વેલી હોટલ સામે હાઇવે ઉપર વોચ ગોઠવીને સ્વીફટ કાર માંથી વિદેશી દારૂ કવાટરીયા નંગ-960 કિંમત 96,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ રૂરલ પોલીસ ખાનગી વાહનમાં પેટ્રોલીગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, સ્વીફટ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થતા હોય બાતમીના આધારે વેલી હોટલ સામે હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી વર્ણન મુજબની સ્વીફટ કાર નં.જીજે.06.પીએમ.6428ને રોકી હતી. ચેકીંંગ હાથ ધરતાં કાર માંથી ભારતીય બનાવટના કવાટરીયા નંગ-960 કિંમત 96,000/-રૂપીયાના મુદ્દામાલ સાથે વૈભવરાજ હેમંતકુમાર જાદવ, કિરણસિંહ સતીષભાઇ મકવાણાને મોબાઈલ ફોન નંગ-2 કિંમત કિંમત 10,000/- સ્વીફટ કાર મળી કિંમત 4,06,000/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આ બાતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.