- રસ્તાની કામગીરી કરનાર એજન્સી સામે કાર્યવાહી થશે.
ગોધરા, ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.10માંં થોડા સમય પહેલા રસ્તામાં હલ્કી ગુણવતાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવી હોય જેને લઈ રસ્તા ઉપર સળીયા દેખાવા માંડયા છે. તકલાદી કામ કરી એજન્સીને ફાયરો કરવામાં આવ્યો હોય તેવા આક્ષેપ રહિશો દ્વારા કરાઈ રહ્યા છે.
ગોધરા નગર પાલિકા વિસ્તારના વોર્ડ નં.10માંં થોડા સમય પહેલા લાખો રૂપીયાના ખર્ચે રસ્તાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે રસ્તાની કામગીરી જય એજન્સી મહેસાણા દ્વારા કરાઈ રહી હતી. ત્યારે સ્થાનિકો દ્વારા હલ્કી ગુણવત્તાની કામગીરી થઈ રહી હોય તેની પાલિકા ચીફ ઓફિસરને લેખિતમાંં રજુઆત કરાઈ હતી. તેમ છતાં જે એજન્સી દ્વારા રસ્તાની કામગીરી કરાઈ રહી હતી. તે સ્થળ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરિણામે ટુંંકાગાળામાં નવા બનેલ રસ્તા ઉપર સળીયા દેખાઈ રહ્યા છે. ત્યારે શું હલ્કી ગુણવત્તાની કામગીરી કરી રસ્તાના કામમાં વેઠ ઉતારનાર જય એજન્સી સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહિશો ઈચ્છી રહ્યા છે.