
ગોધરા તાલુકાની જે ગ્રામ પંચાયતોમાં આવનાર ચુંટણીને લઈ મતદાર યાદી સુધારણા યાદી તૈયાર કરવામાં આવી છે. ત્યારે ગોધરા તાલુકાના ગોલી ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નં.1 થી વોર્ડ નં.8માં અસંખ્ય ગોટાળા કરવામાં આવ્યા છે. તેમાં પણ વોર્ડ નં.4ના મતદારોને વોર્ડ નં.1માં ગોઠવી દેતાં વોર્ડ નં.4 માં માત્ર બે મતદારો રહ્યા છે. વોર્ડ વિભાજન કામગીરી દરમ્યાન મતદારો સાથે કુટુંબના પણ વિભાજન કરી દેવામાં આવતાં અરજદાર દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી.
ગોધરા તાલુકાના ગોલી ગ્રામની આગામી સમયમાં યોજનાર ચુંટણીને લઈ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. હાલમાં જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. તદ્દન ખોટી અને લાગવટીયાને લાભ અપાવવા માટે તૈયાર કરવામાં આવી છે. તલાટી દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવી ત્યારે અરજદાર દ્વારા ભુલો જાણતા સુધારા કરવા માટે મૌખિક રજુઆત કરી હોવા છતાં તલાટી દ્વારા ઉદ્દધત જવાબો આપવામાં આવ્યા હતા. ગોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં 1 થી 8 વોર્ડમાં 1,575 મતદારોની સંખ્યા છે. વોર્ડ નં.1માં મતદાર નં. 168 થી 354 = 18પ મતદારો વોર્ડ નં.4માં હોવા જોઈએ. તેને વોર્ડ નં.1 ઉમેરી દેવામાં આવ્યા છે. વોર્ડ નં.5 માંથી 70 મતદારોને વોર્ડ નં.1માં ગોઠવી દેવામાંં આવ્યા છે. વોર્ડ નં.4માં માત્ર ચાર મતદારો મતદાર યાદીમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં પણ એક જ કુટુંબના સભ્યોનું મતદાર યાદીમાં વિભાજન કરી નાખવામાં આવ્યું છે. મતદાર યાદીમાં ચુંટણીના નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મતદાર યાદીમાં મનસ્વી રીતે મતદારોની ઉલટફેર કરીને કોઈ લાગવગ ધરાવતા વ્યકિતને લાભ પહોંચાડવાનો હેતુ સિધ્ધ થતાં હોવાનું હાલ જે મતદાર યાદી પ્રસિદ્ધ થતાં હોવાનું હાલ જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેના ઉપર થી લાગી રહ્યું છે. આ બાબતે ગોલી ગામના અરજદાર દ્વારા જીલ્લા ચુંટણી અધિકારી કલેકટર, રાજ્ય ચુંટણી અધિકારી તેમજ ગોધરા તાલુકા મામલતદારને નવી મતદાર યાદીમાં વોર્ડ મતદારોની મનસ્વી રીતે ઉલટફેર અને કુટુંબનું વિભાજન કરવામાં આવ્યું. તેની સામે વાંધો રજુ કરી આ બાબતે પોલીસ તપાસની માંગ પણ કરવામાં આવી.