દે.બારીયા બસ સ્ટેશનના રિક્રન્સ્ટ્રકશન સાથે નવો શૌચાલયનું બાંધકાર્ય કરાશે ખરા ?

દે.બારીયા, દે.બારીયા બસ સ્ટેશનનું હાલમાં છેલ્લા ત્રણ-ચાર માસથી રિક્રન્સ્ટ્રકશનનું કાર્ય હાથ ધરવામાં આવ્યો છે. જે આવકારદાયક કાર્ય અને બિરદાવવા લાયક છે. પરંંતુ સાથે રિક્રન્સ્ટ્રકશનના કાર્યની સાથે નવો શૌચાલયનું બાંધકાર્ય હાથ ધરવામાં આવે તેવી આમ જનતાની માંગ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા એસ.ટી.બસ સ્ટેન્ડ ગોધરા વિભાગીય કચેરી હસ્તક આવતો દાહોદ ડેપોના બાદ બીજા સ્થાને આવતો ડેપોમાં ગણના થાય છે. ડેપો બનાવ્યા બાદ નવો બસ સ્ટેન્ડનું બાદ કાર્ય થયુંં હતું. જેમાં કેન્ટીન સ્ટોલ સાથે અનેક શટરો હાલમાં ખાલી પડી રહ્યા હતા. હાલમાંં રિક્રન્સ્ટ્રકશનમાં બસ સ્ટેન્ડ ઉપરના માળે ઓફિસના રૂમ સાથે સ્ટોલના રૂમની સાઈડમાં ઉપલા માળે જવા માટે સીડી સાથે નવો કેન્ટીનની વ્યવસ્થા કરાઈ છે. હાલમાં શુધ્ધ અને ઠંડુ પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ નથી. જે શહેરના દાતા હાલમાં યુ.એસ.એ સ્થાઈના દ્વારા ઠંડા પાણીની પરબ હાલમાં બંધ હાલતમાં છે. તે ઠંડાપાણીની પરબમાં ફ્રિજ જે બગડી ગયેલી હાલતમાં છે. તેનું સમારકાયૃ હાથ ધરી તે ઠંડાપાણીની પરબને કાર્યરત કરવામાં આવે અને જનતાની પ્રાથમિક સુવિધામાં નવુંં શૌચાલય પણ બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.