ગોધરા તાલુકાના સામલી ગામે ખોટો દસ્તાવેજ સાચા તરીકે ઉપયોગ કરનાર આરોપીના નિયમીત જામીન અરજી નામંજુર કરતી કોર્ટ

ગોધરા, ગોધરા તાલુકાના સામલી ગામની સર્વે નં.418, 455,600,674,676 વાળી તથા સર્વે નં. 417 વાળી માલિકીની જમીનમાં ફરિયાદીની જાણ બહાર બારોબાર પચાવી પાડવાના 8 આરોપીઓ ગુનાહિત કાવતરું રચવાના ગુનાના આરોપી મહેન્દ્રભાઇ મીઠાભાઇ વણકર એ પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકેલ હતી. તે જામીન અરજી નામંજુર કરવામાં આવી.

ગોધરા તાલુકાના સામલીના ફરિયાદી કાળુભાઇ મંગળભાઇ પટેલ તથા મરણજનાર બહેન અખમબેનના નામની સામલી ગામે આવેલ સર્વે નંં.418,455,600,665,674,676 વાળી તેમજ સર્વેે નં.417 વાળી કાકાની છોકરી રયલીબેન સુકાભાઇ પટેલની સંયુકત માલિકીની જમીન આવેલ હતી. તે જમીન ફરિયાદીની જાણ બહાર આરોપી કાનાભાઇ ભરવા મણીભાઇ સાલમભાઇ બારીયા, મહેશભાઇ પટેલ, વિકાભાઇ ભરવાડ, ફારૂક મહમંદ મણકી, મહેન્દ્રભાઇ મીઠાભાઇ વણકર, લીમ્બાભાઇ લાખાભાઇ વણકર, પ્રવિણભાઇ શંકરભાઇ પરમારએ ગુનાહિત કાવતરુંં રચી ફરિયાદીની બહેન અખમબેન નામની ભળતી વ્યકિતને આરોપી મણીભાઇ સાલમભાઇ બારીયાની માતા અખમબેન આલમભાઇ બારીયા 2003ના વર્ષમાં મરણ ગયેલ મરણના દાખલા તથા તેણીનું પેઢીનામું ગોકળપુરા ગ્રામ પંચાયત માંથી મેળવી ફરિયાદી કાળુભાઇ પટેલ જીવીત અને પરણિત હોવા છતાં મરણ તથા અવિવાહિત બાબતે ખોટા સોગંંદનામા મામલતદાર કચેરીમાં તૈયાર કરાવી ફરિયાદીના પિતાના ભળતા નામવાળા મંગળભાઇ ઝવરાભાઇ બારીીયાનું ખોટુ પેઢીનામું સામલી તથા વાવડી ખુર્દ માંથી મેળવી અખમબેનની મરણની ખોટી વારસાઈ કરાવી ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ કરતા ગોધરા તાલુકા પોલીસના ગુનામાં આરોપી મહેન્દ્રભાઇ મીઠાભાઇ વણકર દ્વારા પ્રિન્સીપલ ડીસ્ટ્રીક જજ પી.વી.શ્રીવાસ્તવની કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતાં આ જામીન અરજી કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર વિગતવાર દલીલો અને તપાસ અધિકારીને એફિડેવીટ તથા પોલીસ તપાસના કાગળો ધ્યાને લઈ આરોપી મહેન્દ્રભાઈ મીઠાભાઇ વણકરના રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી.