ગોધરા,
ગોધરા તાલુકાના પાંડવા ગામના સર્વે નંબર 3/9 પૈકી 2 અને સર્વે નંબર 3/9 પૈકી 3 વાળી જમીનો તા.22/4/1982 થી 73 એ.એ.ના નિયંત્રણો સરકારી મહેસુલ વિભાગના પરિપત્રો નંબર 1080/લ/3434 થી ગામ નમુના 7/12 માં નોંધ થયેલ હોય તેવી જમીનો પંચમહાલ જીલ્લા કલેકટરની પૂર્વ મંજુરી વિના કે તબદીલ ન થતી હોવા છતાં ફરજ દરમ્યાન જે તે સમયના હાલ મહેસુલ વિભાગ અને ગુજરાત સરકારમાં ખાતાકીય તપાસ તથા ડીસમીસ કે નિવૃત તેવા જે તે સમયના સર્કલ ઓફિસર કે.આર.શાહ અને હાલ 7/12 પર ચાલતા કૃષ્ણકાંત રમણલાલ શાહ વિગેરે દ્વારા ખોટો કૃષિ પંચ અને અધિક મામલતદાર દાહોદ સમક્ષ સદર જમીનોમાં 84(ક) મુજબ કાર્યવાહી પોતે કરી કરાવી પંચમહાલ જીલ્લા કલેકટર ગોધરાની પૂર્વ મંજુરી વિના 73 એ.એ.વાળી પાડવા ગામાની 3/9 પૈકી 2 3/9 પૈકી 3 વાળી જમીનોમાં ફરજ દરમ્યાન ગેરરીતિઓ આચરેલ છે.
આ જમીનો કેસ ગોધરા મામલતદાર ગોધરા હુકમ નં.84(ક) 10/4/2002ના રોજ કૃષ્ણકાંત રમણલાલ શાહ સાથે સંબંધ ધરાવતા ઈસમો કાયમી હકક રકમ એક સાથે ભરવાના હુકમ સફળ થયા અને સરકારી 73 એ.એ.નો પણ કેવો ઉપયોગ કરીને માલિક બનાય તેનો એક દાખલો ગોધરા તાલુકો પાડવાનો વધુ એક કિસ્સો બહાર આવેલ છે. આમ, ગોધરા તાલુકા ગોધરાના 73 એ.એ.વાળી જમીનો મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના ગુજરાત સરકારમાં શુભ પગલાં થી તમામ ગરીબ આદિવાસી તથા અને પ્રજાને રાહત થયેલ છે. આ જમીનોમાં તા.22/4/1982 થી 73 એ.એ.ના નિયંત્રણો ગુજરાત સરકારે જાહેર કરેલ છે. જે જમીનોમાં (1) નાયક શનાભાઈ રવાભાઈ, (2) નાયક છગનભાઈ રવાભાઈ, (3) નાયક કાનાભાઈ રવાભાઈ, (4) નાયક મગનભાઈ રવાભાઈ અને (પ) નાયક માલજીભાઈ રવાભાઈ , ગામ નમુના નંબર 7/12 માં (લાલ શાહીથી) 73 એ.એ.થી સત્તાપ્રકારની નોંધ સાથે જીલ્લા કલેકટર પંચમહાલની પૂર્વ પરવાનગી સિવાય તબદીલ ન થઈ શકતી હોય ચંદુભાઈ છગનભાઈ, બાબુભાઈ શનાભાઈ સંયુકત નામે ચાલતી જમીનો શાહ કૃષ્ણકાંત રમણલાલ, ગીરીશભાઈ વિઠ્ઠલાભાઇ પટેલ વિગેરે ઈસમો એ 73 એ.એ.વાળી જમીનો કોઈપણ પ્રકારે ફેરફાર ના થઈ શકે તેવો કૃષિપંચ મામલતદાર દાહોદ ગોધરા એ હુકમ કરેલ છે. તે બાબતે જાગૃત નાગરિક દ્વારા વારંવાર રજુઆતો પણ કરવામાં આવેલ છે. તેમ છતાં આ કૃષ્ણકાંત રમણલાલ શાહ દ્વારા તમામ પ્રકારના ખેલોમાં નિષ્ફળતા મળે છે. થોડા સમય થયા પછી ગીલ્લી દંડા રમવાનું ચાલુું કરી જે તે સમયના નિવૃત મામલતદાર બી.એમ. પટેલ તથા આર.આર.ગરોડા મુખ્ય અધિકારી ધ્યાન દોરયા વગર જે તે સમયના નાયબ મામલતદાર મહેસુલ બી.એમ.પટેલ પાસે 15 વર્ષનો ગાળો બતાવી ગોધરા જે તે સમયના આસીસ્ટન્ટ કલેકટર પ્રાંત ગોધરા અવલોકન અર્થે મોકલી આગળની કાર્યવાહી કરવા જણાવે જાગૃત નાગરિક દ્વારા ભારપૂર્વક અરજી તથા રજુઆતોના આધારે તથા કાયદા અને વહીવટી રેકર્ડ રૂલ્સ મુજબ ચી.ટુ.કલેકટર પંચમહાલને રજુઆતો કરતા તથા તે અંગે જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા પી.ભારતી મેડમ તાત્કાલીક નોંધના આદેશો અનુસાર નાયબ મામલતદાર મહેસુલ જે તે સમયના હાલ નિવૃત દ્વારા આર.આર.ગરોડ મામલતદાર અને પ્રાંત અધિકારી ગોધરા તરફ અવલોકન અર્થે મોકલતા જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના રિપોર્ટ રજુ થતા અવલોકન હુકમ નામંજુર કરેલ છે અને હાલ આ જમીનો ઉપર મનાઈ હુકમ ફરમાવેલ છે. જાત જાતના ખેલોમાં કૃષ્ણકાંત રમણલાલ શાહ વિગેરે ઈસમોને નિષ્ફળતા પ્રાપ્ત થયેલ છે. આ સંજોગવશ માન. જે તે સમયના મુખ્યમંત્રી હાલના ભારત દેશના વડાપ્રધાન રેફરન્સ હોય તે બાબતે ખાતાકીય તપાસ બાબતે પ્રાથમિક તપાસ જે તે સમયના પી.ભારતી મેડમ દ્વારા કાયદા તથા રેવન્યુ રેકર્ડ નોંધો સાથે ચી.ટુ.કલેકટર પંચમહાલ ગોધરા તથા તલાટી જે તે સમયના સબાન દ્વારા રૂબરૂ પ્રાથમીક તપાસ પંચમહાલ ગોધરા કલેકટર જે તે સમયના પી.ભારતી મેડમ દ્વારા થયેલ હોવા છતાં મોજે પાડવા તાલુકો ગોધરાના રે.સ.નં.2/9 પૈકી 2, 3/9 પૈકી 3 વાળી મિલ્કતોમાં આજદિન સુધી નાયક ઈસમોને પરત કે સરકારી પડતર કરેલ નથી.
આ પ્રકરણ 2009માં ભારપૂર્વક આદેશો નોંધોના તથા રિપોર્ટોના આધારે થયેલ છે. તેમ છતાં ગુજરાત તકેદારી 2010 સખત સુચનાઓનું પાલન જીલ્લા કલેકટર પંચમહાલના કર્મચારીઓ, અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં એક બીજા કર્મચારીઓને બચાવવા ફુટબોલના ખેલો ખેલી રહ્યા છે. આ બાબતે પંચમહાલ જીલ્લા કલેકટરના વહીવટદાર ચી.ટુ.કલેકટર નિવાસી અધિક કલેકટર પંચમહાલ ગોધરા તરફથી હાલ ગુજરાત રાજ્ય કેડરના મુખ્ય આઈ.એ.એસ. અધિકારી સુજલ મયાત્રા પાસે ફાઈલ પહોંચશે કે પછી આ ફાઈલ ઉધઈ ખાશે તે જીલ્લા કલેકટરના કર્મચારી, અધિકારીને જોવાનું છે. આમ, ગોધરાના નાગરિક દ્વારા માન. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત સરકારને પ્રાથમિક તપાસના અહેવાલ અર્થે યોગ્ય કાર્યવાહી કરવા જણાવેલ છે.
હાલ નિવૃત મામલતદારો મહેસુલ નાયબ મામલતદાર ગોધરા તથા પ્રાંત ગોધરા શીરેસ્તદાર ગોધરા (1) બી.એમ.પટેલ, (ર) ઈકબાલભાઈ શેખ દ્વારા અંબાલી તથા ગોવિંદીની મિલ્કતોમાં સરકારી પ્રિમીયમની (બે કરોડ), (અઢી કરોડ)ની ઉચાપત કરી સરકારને નુકશાન પહોચાડેલ છે. જે પણ હાલ જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરાના મહેસુલી કર્મચારીઓ પાસે પેન્ડીંગ છે. તે બદલ સરકારી ગેરરીતિઓની ઉચાપત (1) બી.એમ.પટેલ, (ર) ઈકબાલભાઈ શેખ સામે સરકારી વસુલાત તથા માસીક પેન્શન બંધ થાય તેવી રજુઆતો જીલ્લા કલેકટર પંચમહાલ ગોધરા મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓને લેખિત જાણ કરવામાં આવેલ છે. આમ, (1) કૃષ્ણકાંત રમણલાલ શાહ, (2) બી.એમ.પટેલ, (3) ઈકબાલભાઇ શેખ ત્રણે કર્મચારીઓ, અધિકારીઓ ગુજરાત સરકારમાં ફરજ બજાવેલ સોમ ફોજદારી રાહે પગલાં લેવા બાબતની તથા વસુલાતની જીલ્લા કલેકટર પંચમહાલ દરખાસ્ત કરી અધિકાર પરત્વે એફ.આર.આઈ. નોંધાવશે કે નહીં તે ગુજરાત સરકારના મહેસલ વિભાગને જોવાનું છે.
આ બાબતે પંચમહાલ જીલ્લા કલેકટર વહીવટી અધિકારી રૂએ 5(1) હેઠળ ગ્રામ્ય વિભાગ મામલતદાર પી.બી.કુંભાણી ગ્રામ્ય પાસે એફ.આર.આઈ. દાખલ રેવન્યુ રેકર્ડ ઓફ રાઈટ તથા કાયદાઓના વહીવટી નાતેની ગેરરીતિઓ કરેલ સામે યોગ્ય મહેસુલ વિભાગ ગુજરાત સરકાર તરફ દરખાસ્ત લાંબા સમય થી પાડેલ હોય અને તે તાત્કાલીક એસ.કે.બાકોડ દ્વારા પેન્ડીંગ રાખી સરકારને નુકશાન પહોંચાડી તે વિરૂદ્ધ યોગ્ય કાર્યવાહી કરશે ખરાં….?