મુંબઇ, ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી બી-ટાઉનના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને તેમના ફેન્સ અને ફોલોઅર્સ તરફથી ઘણો પ્રેમ મળે છે. આ કપલ હાલમાં કેપટાઉનમાં છે. રાહુલ અને અથિયાએ તેમની કેપટાઉન ડાયરીની ઝલક પણ બતાવી છે. એ વાત તો જાણીતી છે કે અફઘાનિસ્તાન સામેની ત્રણ ટી-૨૦ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી જેમાં રોહિત શર્માને આ સિરીઝ માટે કેપ્ટનશિપ આપવામાં આવી તો વિરાટ કોહલીએ પણ ટી-૨૦ ફોર્મેટમાં વાપસી કરી છે. જો કે આ ટીમમાં કેએલ રાહુલનું નામ જોવા મળ્યું નહતું. કારણ કે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ હાલમાં કેપટાઉનમાં પત્ની આથિયા શેટ્ટી સાથે ફરી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે કેપટાઉનમાં પત્ની આથિયા શેટ્ટી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે ભારતીય ટીમનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ કેપટાઉનમાં રમાયેલી ટેસ્ટ મેચ સાથે સમાપ્ત થઈ ગયો છે, ટીમ ઈન્ડિયાએ આ સીરિઝ ૧-૧ની ડ્રો સાથે સમાપ્ત કરી હતી.
જાણીતું છે કે આથિયા અને કેએલ રાહુલે ગયા વર્ષે ૨૩ જાન્યુઆરીએ તેના પિતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા આ કપલ લગભગ ચાર વર્ષ સુધી રિલેશનશિપમાં હતું. તેમના લગ્ન પછી, તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે અને ઘણીવાર તેમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.
આથિયા શેટ્ટીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેણે વર્ષ ૨૦૧૫માં ’હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે ૨૦૧૭માં ફિલ્મ ’મુબારકાં’માં જોવા મળી હતી. આથિયા છેલ્લે ૨૦૧૯માં ’મોતીચૂર ચકનાચૂર’માં જોવા મળી હતી. આ બાદ અથિયા છેલ્લા ચાર વર્ષથી ફિલ્મી દુનિયાથી દૂર છે.