કાલોલના સાલીવાવ ગામેથી 37 હજારના ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

કાલોલ, કાલોલ તાલુકાના સાલીવાવ ગામે રહેતા ઈસમો પોતાના ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી પ્લાસ્ટીક કવાટરીયા, બીયર ટીન મળી કિંંમત 37,260/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના સાલીવાવ ગામે રહેતા ઈસમ ગોવિંદભાઇ બાલુભાઇ સોલંકીએ પોતાના રહેણાંક ધરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પ્લાસ્ટીક કવાટરીયા, બીયર ટીન મળી 37,260/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી ગોવિંદભાઇ સોલંંકી મળી નહિ આવતાંં આ બાબતે કાલોલ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.