સંતરામપુર,સંતરામપુર તાલુકાના ચિતવા ગામે શિયાળો પાકને બચાવવા માટે પતિ-પત્ની ઢોર બાંધવાના કોડીયામાં સુઈ રહેલા હતા. અચાનક રાત્રીના સમયે બે કલાકે દિપડો આવીને મહિલા ઉપર તડપ મારી અને હુમલો કર્યો, મહિલા ઉપર દીપડાએ હુમલો કરીને પંજો મારતા માથાના ભાગની અંદર 17 ટાકા આવ્યા. જ્યારે મોઢાના ભાગે પંજો વાગતા ગંભીર ઈજા પહોંચેલી હતી. આ ઘટના બનતા જ મહિલા બૂમાબૂમ કરવા માંડી આજુબાજુના ગ્રામજનો અને એકદમ લાઈટ ચાલુ કરી દેતા લાકડી વડે ગામ દિપડાને ભગાડી મુકેલો હતો અને મહિલાને દીપડાના પંજા માંથી છોડાવેલી હતી રાતે બનેલી બે કલાકે ઘટના તાત્કાલિક તેમના પતિ રાજેશભાઈ કટારા સરકારી હોસ્પિટલમાં ખાનગી વાહનમાં સારવાર માટે લાવી આવેલા હતા. આ ઘટનાની ફોરેસ્ટ વિભાગને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પંચકેસ કરેલો હતો. હુમલો એટલો ભયંકર હતો કે, મહિલાની લોહી લુહાણ કરી મૂકેલી હતી. મોઢા ઉપર અને માથાના ભાગે પંજો વાગવાના કારણે મહિલા અને સંતરામપુર હોસ્પિટલમાં હાલમાં એડમિટ કરવામાં આવેલી છે. સંતરામપુર તાલુકાના ચિતવા ગામના લોકો જંગલી ભૂંડોથી શિયાળો પાકને બચાવવા માટે જીવના જોખમે ઢોર બાંધવાના કોડીયામાં બહાર સુઈ રહેતા હોય છે. પાકને બચાવવા જીવનો જોખમ વધી રહેલો જોવા મળી આવેલો છે. જ્યારે બીજી બાજુ ફરીથી હવે લોકો દીપડાથી બચવા માટે અને પોતાના પરિવારને સલામતી માટે વારાફરતી રાત્રિનો સમયે જાગીને પેટ્રોલિંગ કરશે આવી એક કરકટથી ઠંડીમાં એક બાજુ જંગલી ભૂંડના ત્રાસથી બહાર સુવા મજબૂર બનતા હોય છે. જ્યારે બીજી બાજુ વન પ્રાણી દિપડો માણસ ઉપર હુમલો કરતો હોય છે ખેડૂતો માટે હવે જીવ અધ્ધર જોવા મળી આવેલો છે. ચિતવા ગામની અંદર મહિલા પર દિપડો હુમલો કરતા જ આખા ગામની અંદર દહીં સાથ અને ડર જોવા મળી આવેલો છે ફોરેસ્ટ વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉભી થયેલી છે. સંતરામપુર તાલુકાના એક બે મહિને વન પ્રાણી દીપડો પ્રાણીઓ પર માનવી ઉપર હુમલો કરતાં જ હોય છે 15 દિવસ અગાઉ બુગડ ગામે પશુનું મારણ કર્યું હતું. જ્યારે સંતરામપુર તાલુકાના ચિતવા બુગડ ભણશી મલ ખેડાપા સીમલીયા ભટકવાડા આ વિવિધ જંગલોમાં દીપડાઓ વર્ષ દરમિયાન પશુ અને માનવી પર હુમલો કરતા જ હોય છે, અમે રાતે સુઈ રહેલા હતા. અચાનક દિપડો આવીને મારી પત્ની પર હુમલો કર્યો માથાના ભાગમાં વાગ્યું મારી પત્ની બુમાબૂમ કરી ઘરના છોરા લાઈટ ચાલુ કર્યું તો અને ગામના લોકો આવી ગયા તો લાકડી વડે દીપડો ભાગી ગયો હતો. રાજેશભાઈ કટારા દીપડાના શિકારના ભોગ બનેલા પતિ ગામ કિતવા ભોગ બનેલા બેન નું નામ કવિતાબેન રાજેશભાઈ કટારા.